ટ્રમ્પના વિશ્વાસુ અધિકારી તુલસી ગબાર્ડનું રાજીનામું; જાણો ઈરાને કેમ કર્યા વખાણ?

અમેરિકાના રાષ્ટ્રીય ગુપ્તચર વિભાગ (National Intelligence) ના ડાયરેક્ટર તુલસી ગબાર્ડે પોતાના પદ પરથી રાજીનામું આપી દેતાં વૈશ્વિક રાજકારણમાં મોટી ચર્ચા જાગી છે. આ અચાનક બનેલા ઘટનાક્રમ વચ્ચે ઈરાને તુલસી ગબાર્ડના ખુલ્લા મનથી વખાણ કર્યા છે.

આર્મેનિયા સ્થિત ઈરાની દૂતાવાસે (Iranian Embassy) એક સત્તાવાર નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે, તુલસી ગબાર્ડે હંમેશા ઈરાન વિશે એવું ‘સત્ય’ ઉચ્ચાર્યું હતું જેનાથી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અસહજ અનુભવતા હતા.

ઈરાની દૂતાવાસે ‘X’ પર શું લખ્યું?

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર ઈરાની દૂતાવાસે એક પોસ્ટમાં લખ્યું:

“તમે ભૂતકાળમાં પણ ઘણી વખત સાબિત કર્યું છે કે તમે અમેરિકાના હિત માટે કામ કરો છો, ઇઝરાયેલ માટે નહીં. તમે ઈરાન અંગે એવી સચ્ચાઈઓ સામે લાવી ચૂક્યા છો જેનાથી ટ્રમ્પ નફરત કરતા હતા. એ ખૂબ જ દુઃખદ છે કે તમારા જેવા વ્યક્તિત્વ ધરાવતા નેતાએ એક એવી સરકાર સાથે કામ કરવું પડ્યું જે ઇઝરાયેલની કઠપૂતળી બનીને રહી ગઈ છે.”

રાજીનામું આપવાનું સાચું કારણ શું છે?

બીજી તરફ, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પુષ્ટિ કરી છે કે તુલસી ગબાર્ડ આગામી 30 જૂનના રોજ સત્તાવાર રીતે પોતાનું પદ છોડી દેશે. તેમના પતિ અબ્રાહમને હાડકાનું કેન્સર (Bone Cancer) હોવાનું નિદાન થયું છે, જેથી આ મુશ્કેલ સમયમાં તેઓ પોતાના પરિવાર અને પતિ સાથે સમય વિતાવવા માંગે છે.

ટ્રમ્પે વધુમાં ઉમેર્યું કે, નેશનલ ઇન્ટેલિજન્સના પ્રધાન ડેપ્યુટી ડાયરેક્ટર આરોન લુકાસ (Aaron Lucas) હવે કાર્યવાહક ડાયરેક્ટર તરીકેની જવાબદારી સંભાળશે.

ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે કરી પ્રશંસા

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે (JD Vance) પણ તુલસી ગબાર્ડને સાચા દેશભક્ત ગણાવી તેમના કાર્યોની પ્રશંસા કરી છે. વેન્સે જણાવ્યું કે, તુલસી વહીવટીતંત્ર માટે એક શાનદાર એસેટ (મૂડી) અને તેમના પરમ મિત્ર છે. જોકે, કટોકટીના આ સમયમાં પરિવાર હંમેશા સર્વોપરી હોવો જોઈએ તે વાત સાથે તેઓ સહમત થયા હતા અને તેમના પતિના ઝડપી સ્વાસ્થ્ય સુધારાની કામના કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE