28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા ઈરાન યુદ્ધે વિશ્વને ઈતિહાસના સૌથી મોટા ઊર્જા સંકટમાં ધકેલી દીધું છે. તેલ અને ગેસના સપ્લાયમાં વિક્ષેપ પડતા મોંઘવારી આકાશે આંબી રહી છે.
🇮🇳 ભારતની સ્થિતિ અને પીએમ મોદીની અપીલ
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ 120 ડોલર પ્રતિ બેરલે પહોંચવા છતાં ભારત સરકારે સબસિડી દ્વારા કિંમતો સ્થિર રાખી છે. જોકે, આ સંકટ સામે લડવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનતાને ‘આત્મનિર્ભર અને કરકસરયુક્ત’ બનવા હાકલ કરી છે:
-
બળતણનો વપરાશ ઘટાડવો અને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો.
-
બિનજરૂરી વિદેશ યાત્રા ટાળવી અને સોનું ખરીદવાનું બંધ કરવું.
-
વર્ક ફ્રોમ હોમ અપનાવવું.
-
ખેડૂતોને કેમિકલ ફર્ટિલાઇઝરના બદલે ‘પ્રાકૃતિક ખેતી’ તરફ વળવા વિનંતી.
વિશ્વના વિવિધ દેશોએ લીધેલા કડક પગલાં
વૈશ્વિક ઊર્જા એજન્સી (IEA) મુજબ, 60થી વધુ દેશોએ બળતણ બચાવવા આશરે 200 જેટલી નવી નીતિઓ અમલમાં મૂકી છે:
દેશ |
લેવાયેલા મુખ્ય પગલાં |
પાકિસ્તાન |
પેટ્રોલ-ડીઝલમાં 64%નો વધારો (₹414/લિટર), 4 દિવસનું વર્ક વીક અને શાળાઓ બંધ. |
નેપાળ |
ગેસની અછતને લીધે સિલિન્ડરમાં માત્ર અડધો ગેસ (7.1 કિલો) ભરવાનો નિર્ણય. |
બાંગ્લાદેશ |
LPGના ભાવમાં 900-1500%નો તોતિંગ વધારો, ઓઈલ ડેપો પર સેના તૈનાત. |
ફિલિપાઇન્સ |
બળતણ બચાવવા માટે સત્તાવાર રીતે 4 દિવસનું ‘વર્ક વીક’ જાહેર કર્યું. |
જાપાન |
મિડલ ઈસ્ટના બદલે અમેરિકાથી મોંઘું તેલ ખરીદ્યું અને ઈમરજન્સી રિઝર્વમાંથી તેલ રિલીઝ કર્યું. |
ચીન |
સ્થાનિક સપ્લાય જાળવવા માટે પેટ્રોલ, ડીઝલ અને ખાતરની નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ. |
થાઈલેન્ડ |
ડીઝલ સબસિડી નાણાંના અભાવે બંધ કરી, બાયોડીઝલ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. |
વિયેતનામ |
જેટ ફ્યુઅલની અછતને લીધે ફ્લાઇટ્સ ઓછી કરી, પ્રવાસન ઉદ્યોગને મોટો ફટકો. |
ઈન્ડોનેશિયા |
LNGની નિકાસ રોકી અને ‘B50 બાયોડીઝલ પ્રોગ્રામ’ ઝડપી બનાવ્યો. |
અમેરિકા |
ભાવ અંકુશમાં લેવા વ્યૂહાત્મક પેટ્રોલિયમ રિઝર્વ (SPR) માંથી 172 મિલિયન બેરલ તેલ રિલીઝ કર્યું. |
યુરોપ |
ગેસની અછતને પહોંચી વળવા જર્મની-ઈટાલી જેવા દેશોએ ફરીથી કોલસાના પ્લાન્ટ શરૂ કર્યા. |
Post Views: 0











