EU પર ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો પ્રહાર: કાર-ટ્રક ઈમ્પોર્ટ પર 25% ટેરિફ લગાવવાની આપી ચેતવણી, જાણો વિગતે

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે જાહેરાત કરી હતી કે તેઓ આગામી સપ્તાહથી યુરોપિયન યુનિયન (EU) થી આયાત કરવામાં આવતી કાર અને ટ્રક પર ટેરિફ વધારીને 25 ટકા કરી દેશે. ટ્રમ્પે આ પગલાનું કારણ આપતા આરોપ લગાવ્યો હતો કે યુરોપિયન યુનિયન ગયા વર્ષે જુલાઈમાં થયેલા વેપાર કરારનું સંપૂર્ણ પાલન કરી રહ્યું નથી. જોકે, તેમણે પોતાની વાંધાઓની વિસ્તૃત વિગતો આપી ન હતી.

એક અહેવાલ મુજબ, ગયા વર્ષે જુલાઈમાં સ્કોટલેન્ડના ટ્રમ્પ ગોલ્ફ કોર્સ ટર્નબેરી (Turnberry) ખાતે ટ્રમ્પ અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન વચ્ચે એક વેપાર સમજૂતી થઈ હતી. જે ટર્નબેરી સમજૂતી તરીકે ઓળખાય છે.

નવી આયાત જકાત લાદવાની પ્રક્રિયા શરૂ

સમજૂતી હેઠળ મોટાભાગની વસ્તુઓ પર ટેરિફ 15 ટકા નક્કી કરવામાં આવ્યો હતો. આ સમજૂતી પર અનિશ્ચિતતા ત્યારે વધી જ્યારે ફેબ્રુઆરી 2026 માં યુએસ સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે રાષ્ટ્રપતિને આર્થિક કટોકટી જાહેર કરીને યુરોપિયન ઉત્પાદનો પર ટેરિફ લાદવાનો કાનૂની અધિકાર નથી. ત્યારબાદ અગાઉની 15 ટકાની મર્યાદા ઘટીને 10 ટકા રહી ગઈ હતી.

ટ્રમ્પ વહીવટીતંત્રે હવે અન્ય કાયદાઓ હેઠળ નવી આયાત જકાત લાદવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે..ટ્રમ્પ વહીવટીતંત્ર હાલમાં વેપાર અસંતુલન અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા જોખમોની તપાસ કરી રહ્યું છે. જેના આધારે નવું ટેરિફ માળખું લાગુ કરવામાં આવી શકે છે. આનાથી હાલના કરારના ઉલ્લંઘનની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

EU એ આપી પ્રતિક્રિયા

યુરોપિયન યુનિયનનો અંદાજ છે કે, આ દ્વિપક્ષીય સમજૂતીથી તેના ઓટોમોબાઈલ ઉત્પાદકોને દર મહિને લગભગ 50-60 કરોડ યુરો (આશરે 585-700 મિલિયન ડોલર) ની બચત થઈ શકી હોત.

Eurostat ના આંકડા અનુસાર, વર્ષ 2024 માં EU અને અમેરિકા વચ્ચે વસ્તુઓ અને સેવાઓનો કુલ વેપાર 1.7 ટ્રિલિયન યુરો (લગભગ 2 ટ્રિલિયન ડોલર) રહ્યો હતો, જે સરેરાશ પ્રતિદિન 4.6 બિલિયન યુરોની બરાબર છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ યુરોપિયન કમિશને કહ્યું હતું કે, “સમજૂતી એ સમજૂતી જ હોય છે. અમેરિકાએ તેના સૌથી મોટા વેપારી ભાગીદાર તરીકે વચનોનું પાલન કરવું જોઈએ.. જેમ કે યુરોપિયન યુનિયન પોતાની પ્રતિબદ્ધતાઓ પર અડગ છે. EU ઉત્પાદકોને સ્પર્ધાત્મક શરતોનો લાભ મળવો ચાલુ રહેવો જોઈએ અને નક્કી કરેલી મર્યાદાથી વધુ ટેરિફ વધારવો જોઈએ નહીં.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE