એક જ દિવસમાં ચાંદી ₹4800 સસ્તી થઈ, સોનામાં પણ કડાકો; જાણો આજનો ભાવ

આજે ગુરુવારે સર્રાફા બજારમાં ભારે વેચવાલીનું દબાણ જોવા મળ્યુ.. ગઈકાલની તેજી બાદ આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો આવતા રોકાણકારોમાં હલચલ મચી.ખાસ કરીને ચાંદીના ભાવમાં તો તીવ્ર ઘટાડો જોવા મળ્યો.

વૈશ્વિક બજારોના નબળા સંકેતો અને સ્થાનિક સ્તરે નફો બુક કરવાની હોડ (Profit Booking) ને કારણે આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. એમસીએક્સ (MCX) પર કારોબાર શરૂ થતાની સાથે જ બંને કિંમતી ધાતુઓ લાલ નિશાન પર સરકી ગઈ હતી.

  • સોનાનો ભાવ: MCX પર 05 જૂન 2026ની એક્સપાયરી વાળું સોનું આજે ₹1,52,064.00 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યું છે. ગઈકાલની સરખામણીએ તેમાં ₹593.00 (0.39%) નો ઘટાડો થયો છે. સતત વધ-ઘટ વચ્ચે સોનાના ભાવમાં આવેલી આ નરમાશ ખરીદદારોને થોડી રાહત આપી શકે છે.

  • ચાંદીનો ભાવ: ચાંદી ખરીદનારાઓ માટે આજનો દિવસ ચોંકાવનારો છે. 05 મે 2026ની એક્સપાયરી વાળી ચાંદી ₹2,43,500.00 પ્રતિ કિલો પર આવી ગઈ છે. આજે તેમાં ₹4,864.00 (1.96%) નો મોટો કડાકો નોંધાયો છે. ગઈકાલનો સંપૂર્ણ વધારો આજે એક જ ઝાટકે ધોવાઈ ગયો છે.

ઘટાડાનું કારણ: એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, આંતરરાષ્ટ્રીય સ્તરે ડોલર ઈન્ડેક્સમાં મજબૂતી અને બોન્ડ યીલ્ડમાં વધારો થવાને કારણે સોના-ચાંદી પર દબાણ વધ્યું છે. આ ઉપરાંત, ઔદ્યોગિક માંગમાં અચાનક આવેલી અછતે પણ ચાંદીના ભાવને નીચે ધકેલ્યા છે.

બજારમાં ચાલી રહેલી આ ભારે અસ્થિરતાને જોતા નાના રોકાણકારોને ‘વેઈટ એન્ડ વોચ’ (થોભો અને રાહ જુઓ) ની સલાહ આપવામાં આવી રહી છે. જોકે, જે લોકો લગ્નસરા માટે દાગીના ખરીદવા માંગે છે. તેમના માટે આ ઘટાડો એક સારી તક સાબિત થઈ શકે છે. ખરીદી કરતા પહેલા તમારા શહેરના સ્થાનિક સર્રાફા ભાવ ચોક્કસ તપાસી લેવા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE