IPL 2026 શેડ્યૂલ જાહેર: 28 માર્ચથી ક્રિકેટનો જંગ શરૂ, ઓપનિંગ મેચમાં RCB અને હૈદરાબાદ વચ્ચે ટક્કર

આઈસીસી ટી-20 વર્લ્ડ કપ 2026ની ભવ્ય સફળતા બાદ હવે ક્રિકેટ પ્રેમીઓ આઈપીએલના રોમાંચમાં ડૂબવા માટે તૈયાર છે. આઈપીએલ 2026ના શેડ્યૂલની આતુરતાથી રાહ જોઈ રહેલા ફેન્સ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. પ્રથમ તબક્કાની 20 મેચોનું શેડ્યૂલ મીડિયામાં લીક થઈ ગયું છે, જે મુજબ ટૂર્નામેન્ટની શરૂઆત 28 માર્ચથી થવા જઈ રહી છે.

ચૂંટણીને કારણે બે તબક્કામાં રમાશે IPL

અસમ, તમિલનાડુ, કેરળ અને પશ્ચિમ બંગાળમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને બીસીસીઆઈ આ વખતે આઈપીએલ બે તબક્કામાં આયોજિત કરી રહી છે. પ્રથમ તબક્કામાં માત્ર 20 મેચો રમાશે, જ્યારે બાકીના મુકાબલા બીજા તબક્કામાં રમાશે. જોકે, આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલ દ્વારા આ શેડ્યૂલની સત્તાવાર પુષ્ટિ થવાની હજુ બાકી છે.

IPL 2026 શેડ્યૂલ (ગુજરાતીમાં)

  • મેચ 2: 29/03/26 (રવિવાર) – મુંબઈ ઈન્ડિયન્સ vs કોલકાતા નાઈટ રાઈડર્સ (મુંબઈ)

  • મેચ 3: 30/03/26 (સોમવાર) – રાજસ્થાન રોયલ્સ vs ચેન્નાઈ સુપર કિંગ્સ (ગુવાહાટી)

  • મેચ 4: 31/03/26 (મંગળવાર) – પંજાબ કિંગ્સ vs ગુજરાત ટાઇટન્સ (મુલ્લાંપુર)

  • મેચ 5: 01/04/26 (બુધવાર) – લખનૌ સુપર જાયન્ટ્સ vs દિલ્હી કેપિટલ્સ (લખનૌ)

  • મેચ 6: 02/04/26 (ગુરુવાર) – કોલકાતા નાઈટ રાઈડર્સ vs સનરાઈઝર્સ હૈદરાબાદ (કોલકાતા)

  • મેચ 7: 03/04/26 (શુક્રવાર) – ચેન્નાઈ સુપર કિંગ્સ vs પંજાબ કિંગ્સ (ચેન્નાઈ)

  • મેચ 8: 04/04/26 (શનિવાર) – દિલ્હી કેપિટલ્સ vs મુંબઈ ઈન્ડિયન્સ (દિલ્હી)

  • મેચ 9: 04/04/26 (શનિવાર) – ગુજરાત ટાઇટન્સ vs રાજસ્થાન રોયલ્સ (અમદાવાદ)

  • મેચ 10: 05/04/26 (રવિવાર) – સનરાઈઝર્સ હૈદરાબાદ vs લખનૌ સુપર જાયન્ટ્સ (હૈદરાબાદ)

  • મેચ 11: 05/04/26 (રવિવાર) – રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ vs ચેન્નાઈ સુપર કિંગ્સ (બેંગલુરુ)

  • મેચ 12: 06/04/26 (સોમવાર) – કોલકાતા નાઈટ રાઈડર્સ vs પંજાબ કિંગ્સ (કોલકાતા)

IPL 2026 શેડ્યૂલ (મેચ 13 થી 20)

  • મેચ 13: 07/04/26 (મંગળવાર) – રાજસ્થાન રોયલ્સ vs મુંબઈ ઈન્ડિયન્સ (ગુવાહાટી)

  • મેચ 14: 08/04/26 (બુધવાર) – દિલ્હી કેપિટલ્સ vs ગુજરાત ટાઇટન્સ (દિલ્હી)

  • મેચ 15: 09/04/26 (ગુરુવાર) – કોલકાતા નાઈટ રાઈડર્સ vs લખનૌ સુપર જાયન્ટ્સ (કોલકાતા)

  • મેચ 16: 10/04/26 (શુક્રવાર) – રાજસ્થાન રોયલ્સ vs રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (ગુવાહાટી)

  • મેચ 17: 11/04/26 (શનિવાર) – પંજાબ કિંગ્સ vs સનરાઈઝર્સ હૈદરાબાદ (મુલ્લાંપુર – બપોરે)

  • મેચ 18: 11/04/26 (શનિવાર) – ચેન્નાઈ સુપર કિંગ્સ vs દિલ્હી કેપિટલ્સ (ચેન્નાઈ – સાંજે)

  • મેચ 19: 12/04/26 (રવિવાર) – લખનૌ સુપર જાયન્ટ્સ vs ગુજરાત ટાઇટન્સ (લખનૌ – બપોરે)

  • મેચ 20: 12/04/26 (રવિવાર) – મુંબઈ ઈન્ડિયન્સ vs રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (મુંબઈ – સાંજે)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE