શું સોશિયલ મીડિયા બાળકો માટે વરદાન છે કે અભિશાપ? આ સવાલ પર વર્ષોથી ચર્ચા ચાલી રહી છે, પણ હવે એક દેશે આ મામલે કડક વલણ અપનાવીને દુનિયાને ચોંકાવી દીધી છે. જી હા, ડિજિટલ દુનિયાના જોખમો અને સાયબર બુલિંગની વધતી ઘટનાઓ સામે લાલ આંખ કરતા ઇન્ડોનેશિયા સરકારે એક ઐતિહાસિક અને કઠોર નિર્ણય લીધો છે…“ઇન્ડોનેશિયામાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકશે નહીં…સરકારના આ નિર્ણયથી ફેસબુક..ઇન્સ્ટાગ્રામ અને ટિકટોક જેવા દિગ્ગજ પ્લેટફોર્મ્સ પર મોટી અસર પડશે.
ક્યારથી અમલમાં આવશે નવો કાયદો?
ઇન્ડોનેશિયા સરકારના સત્તાવાર નિવેદન મુજબ આ નવો નિયમ 28 માર્ચ 2026 થી સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે…આ પ્રક્રિયા તબક્કાવાર રીતે અમલમાં મૂકાશે..જેથી સોશિયલ મીડિયા કંપનીઓ તેમના અલ્ગોરિધમ અને યુઝર વેરિફિકેશનમાં જરૂરી ફેરફાર કરી શકે.
કયા પ્લેટફોર્મ્સ પર ગાજ પડશે?
બાળકોમાં અત્યંત લોકપ્રિય એવા તમામ પ્લેટફોર્મ્સ આ પ્રતિબંધના દાયરામાં આવશે:
ટિકટોક (TikTok)
ઇન્સ્ટાગ્રામ (Instagram)
ફેસબુક (Facebook)
રોબ્લોક્સ (Roblox – ગેમિંગ પ્લેટફોર્મ)
નિયમ લાગુ થયા બાદ 16 વર્ષથી નાની ઉંમરના બાળકોના એક્ઝિસ્ટિંગ એકાઉન્ટ્સ પણ ધીમે-ધીમે બંધ કરી દેવામાં આવશે.
સરકારે કેમ લેવો પડ્યો આ નિર્ણય?
ઇન્ડોનેશિયાના ડિજિટલ બાબતોના મંત્રી મેઉત્યા હફીદના જણાવ્યા અનુસાર, બાળકોની સુરક્ષા સર્વોપરી છે. આ નિર્ણય પાછળના મુખ્ય કારણો નીચે મુજબ છે:
-
સાયબર બુલિંગ: ઇન્ટરનેટ પર બાળકોને માનસિક ત્રાસ આપવાની વધતી ઘટનાઓ.
-
સોશિયલ મીડિયાની લત: બાળકોના માનસિક અને સામાજિક વિકાસ પર પડતી નકારાત્મક અસર.
-
અશ્લીલ કન્ટેન્ટ: સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ વાંધાજનક સામગ્રીથી બાળકોને દૂર રાખવા.
-
ઓનલાઇન છેતરપિંડી: માસૂમ બાળકોને ડિજિટલ ફ્રોડનો શિકાર બનતા અટકાવવા.
વિશ્વભરમાં બદલાતો પ્રવાહ
ઇન્ડોનેશિયા આ પ્રકારનો નિર્ણય લેનાર એકમાત્ર દેશ નથી. અગાઉ ઓસ્ટ્રેલિયા, સ્પેન અને કેટલાક યુરોપિયન દેશો પણ સગીરો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર કડક મર્યાદાઓ લાવી ચૂક્યા છે. નિષ્ણાતોના મતે, ડિજિટલ સુરક્ષા માટે આગામી સમયમાં વધુ દેશો આ માર્ગ અપનાવી શકે છે.
વાલીઓ માટે પડકાર અને આશા
સરકારે સ્વીકાર્યું છે કે, શરૂઆતમાં બાળકો અને માતા-પિતાને આ નિયમથી મુશ્કેલી પડી શકે છે, પરંતુ લાંબા ગાળે આ નિર્ણય બાળકો માટે એક સુરક્ષિત ડિજિટલ વાતાવરણ પૂરું પાડશે.
Post Views: 0











