સૈયારા’ ફેમ અહાન પાંડેનો સંઘર્ષ: ગંભીર સર્જરી અને મહિનાઓની પીડા બાદ હવે એક્શનમાં કરશે વાપસી

બોલિવૂડના ઉભરતા સ્ટાર અહાન પાંડેએ ફિલ્મ સૈયારા‘ (Saiyara) ની ભવ્ય સફળતા સાથે રાતોરાત લોકપ્રિયતા મેળવી લીધી છે..પરંતુ આ ચમકતી સફળતાના પડદા પાછળ એક એવું દર્દ છુપાયેલું હતું.. જેના વિશે દુનિયા અજાણ હતી.જ્યારે ચાહકો તેની સફળતાની ઉજવણી કરી રહ્યા હતા..ત્યારે અહાન હોસ્પિટલના બિછાને ગંભીર શારીરિક પીડા અને સર્જરી સામે લડી રહ્યો હતો.

ખભાની જટિલ સર્જરી

અહાનના આ સંઘર્ષની શરૂઆત વર્ષો પહેલા એક સ્નોમોબાઈલ અકસ્માતથી થઈ હતી.આ અકસ્માતમાં તેના ખભામાં સબ્લક્સેશન (ખભાનું હાડકું આંશિક રીતે ખસી જવું) થયું હતું. શરૂઆતમાં તેણે આ ઈજાને નજરઅંદાજ કરી, પરંતુ જ્યારે તેણે આગામી ફિલ્મો માટે એક્શન સિક્વન્સની તૈયારી શરૂ કરી, ત્યારે આ દર્દ અસહ્ય બની ગયું. વજન ઉઠાવવું તો દૂર, સામાન્ય હલનચલન પણ મુશ્કેલ બની જતાં ડોક્ટરોએ તાત્કાલિક સર્જરીની સલાહ આપી હતી.

 “શરીર ઝીરો પર આવી જશે”

એક તાજેતરના ઇન્ટરવ્યુમાં અહાને ખુલાસો કર્યો કે આ સર્જરી તેના કરિયર માટે મોટું જોખમ હતી. ડોક્ટરોએ તેને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે:

“ઓપરેશન પછી તારું શરીર એકદમ ‘ઝીરો’ પર આવી જશે. સ્નાયુઓ નબળા પડી જશે અને ફરીથી બોડી બનાવવી લગભગ અશક્ય જેવું કામ હશે.”

એક એક્ટર જે એક્શન હીરો તરીકે પોતાની ઓળખ બનાવવા માંગતો હોય, તેના માટે આ સાંભળવું કોઈ આંચકાથી ઓછું નહોતું.

મહિનાઓ સુધી પ્લાસ્ટરમાં અને માનસિક સંઘર્ષ

સર્જરી બાદ અહાનને લાંબા સમય સુધી પ્લાસ્ટરમાં રહેવું પડ્યું હતું. જે યુવાન જીમમાં કલાકો સુધી પરસેવો પાડતો હતો, તે હવે પથારીવશ હતો. અહાને સ્વીકાર્યું કે આ ગાળો માનસિક રીતે ખૂબ જ પડકારજનક હતો. સોશિયલ મીડિયાથી દૂર રહીને તેણે આ પીડાને ખાનગી રાખી હતી. તેની માતા ડિયાન પાંડેને લોકો પૂછવા લાગ્યા હતા કે અહાનનું વજન આટલું કેમ ઘટી રહ્યું છે? પરંતુ સત્ય એ હતું કે તે એક ગંભીર રિકવરી પ્રોસેસમાંથી પસાર થઈ રહ્યો હતો.

અલી અબ્બાઝ ઝફરની ફિલ્મ સાથે વાપસી

કહેવાય છે કે ‘હાર માની લે તે લડવૈયો નહીં’, અહાને આ વાત સાબિત કરી દીધી છે. હવે તે સંપૂર્ણ ફિટનેસ તરફ આગળ વધી રહ્યો છે. ટૂંક સમયમાં તે ખ્યાતનામ દિગ્દર્શક અલી અબ્બાઝ ઝફરની આગામી એક્શન-રોમેન્ટિક ફિલ્મમાં જોવા મળશે.આ ફિલ્મમાં તેની સાથે અભિનેત્રી શરવરી મુખ્ય ભૂમિકામાં હશે. આ પ્રોજેક્ટ માટે અહાન ફરીથી ‘ફિઝિકલ ટ્રાન્સફોર્મેશન’ કરી રહ્યો છે અને પહેલા કરતા વધુ મજબૂત બનીને પડદા પર આવવા તૈયાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE