ભારત ગ્રુપ A માં સતત બીજી જીત સાથે ટોચ પર, ઈશાન, હાર્દિક અને વરુણ ચમક્યા

ભારતે નામિબિયાને 93 રનથી હરાવ્યું..ગુરુવારે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાયેલી T20 વર્લ્ડ કપ ગ્રુપ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે ઈશાન કિશન અને હાર્દિક પંડ્યાની મજબૂત અડધી સદીની મદદથી 20 ઓવરમાં 9 વિકેટે 209 રન બનાવ્યા.જવાબમાં નામિબિયા 18.2 ઓવરમાં 10 વિકેટે 116 રન જ બનાવી શક્યું. T20 વર્લ્ડ કપમાં આ ભારતની રન માર્જિનથી સૌથી મોટી જીત છે. અગાઉ, ટીમે 2012 માં ઈંગ્લેન્ડને 90 રનથી હરાવ્યું હતું. ભારતીય ટીમ T20 વર્લ્ડ કપમાં સતત 10 મેચ જીતનાર પ્રથમ ટીમ બની હતી.

વર્તમાન ટુર્નામેન્ટમાં આ ભારતનો સતત બીજો વિજય છે. અગાઉ, ટીમે T20 વર્લ્ડ કપની તેની પ્રથમ મેચમાં યુનાઇટેડ સ્ટેટ્સને હરાવીને તેના અભિયાનની શરૂઆત મજબૂત નોંધ પર કરી હતી. ભારત હવે રવિવાર (15 ફેબ્રુઆરી) ના રોજ પાકિસ્તાન સામેની મેચ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ મેચ બંને ટીમો માટે ખૂબ જ દબાણપૂર્ણ રહેશે.આ જીત સાથે, ભારતે ગ્રુપ A પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. જ્યારે પાકિસ્તાન બીજા સ્થાને સરકી ગયું છે.

ઈશાન કિશનની વિસ્ફોટક ઇનિંગ

ટી20 વર્લ્ડ કપ ગ્રુપ મેચમાં ભારતે નામિબિયા સામે પ્રથમ બેટિંગ કરી અને 209 રનનો વિશાળ સ્કોર બનાવ્યો.ભારતીય ઇનિંગમાં ઈશાન કિશન અને હાર્દિક પંડ્યાએ ધમાકેદાર અડધી સદી ફટકારી હતી.જ્યારે નામિબિયાના કેપ્ટન ગેરહાર્ડ ઇરાસ્મસે શાનદાર બોલિંગ કરી હતી. જેમાં ચાર વિકેટો લઈને મેચ રોમાંચક રહી હતી.

Leave a Comment

READ MORE

READ MORE