ગાંધીનગરથી મોટા સમાચાર: રાજ્યના 24 મામલતદાર અને 23 TDOને અપાઈ ‘ઈન-સીટુ’ બઢતી.

રાજયના મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરફાર કરવામાં આવ્યો..કુલ 47 અધિકારીઓને બઢતી આપવામાં આવી છે.. જેમાં મહેસૂલ વિભાગના 24 મામલતદાર અને પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ તથા ગ્રામ વિકાસ વિભાગના 23 તાલુકા વિકાસ અધિકારીઓ (TDO)નું પ્રમોશન થયું છે.

24 મામલતદાર (વર્ગ-2) સંવર્ગના અધિકારીઓને ગુજરાત વહીવટી સેવા (જ્યુનિયર સ્કેલ), વર્ગ-1 માં હંગામી ધોરણે ‘ઇન-સીટુ’ બઢતી આપવામાં આવી છે.

બીજી તરફ તાલુકા વિકાસ અધિકારી (TDO), વર્ગ-2 સંવર્ગના અધિકારીઓને પણ ગુજરાત વહીવટી સેવા (જ્યુનિયર સ્કેલ), વર્ગ-1 માં હંગામી ધોરણે ઇન-સીટુ બઢતી કરાઇ છે… નવો પે-મેટ્રિક્સ લેવલ-10 (56,100 થી 1,77,500) નક્કી કરવામાં આવ્યો છે. જે જગ્યા પર તેઓ હાલ કામ કરે છે..તેને વર્ગ-1માં અપગ્રેડ થયેલી ગણવામાં આવશે. જ્યારે આ અધિકારીઓની અન્ય જગ્યાએ બદલી કે નિમણૂક થશે..ત્યારે તે જગ્યા ફરીથી મૂળ સંવર્ગમાં (વર્ગ-2) ડાઉનગ્રેડ થઈ જશે..અમદાવાદ,સુરત,રાજકોટ,જામનગર સહિતના અધિકારીઓને ઇન-સીટુ પ્રમોશન આપવામાં આવ્યું છે…સંયુક્ત સચિવ જે.પી.અગ્રવાલ દ્વારા સત્તાવાર રીતે તેની જાહેરાત કરવામાં આવી હતી..

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE