રેપર લિલ જોનના પુત્ર, નાથન સ્મિથનું 27 વર્ષની ઉંમરે અવસાન; તેમના ઘરની નજીક એક તળાવમાંથી મૃતદેહ મળ્યો

પ્રખ્યાત રેપર લિલ જોનના ચાહકો તેમના પુત્ર, નાથન સ્મિથના અચાનક મૃત્યુથી આઘાતમાં છે.અહેવાલો અનુસાર, નાથન 3 ફેબ્રુઆરીથી ગુમ હતો..જેના કારણે પોલીસ શોધખોળ કરી રહી હતી.6 ફેબ્રુઆરીના રોજ પોલીસ વિભાગે જાહેરાત કરી કે નાથનના ઘરની નજીકના એક પાર્કમાં એક તળાવમાંથી એક મૃતદેહ, જે નાથનનો હોવાનું માનવામાં આવે છે.. મળી આવ્યો છે.

રેપર લિલ જોન પુત્રના મૃત્યુથી સ્તબ્ધ

આ દુ:ખદ ઘટના અંગે, લિલ જોને કહ્યું, “અમારા પુત્ર નાથનના મૃત્યુથી અમે સંપૂર્ણપણે ભાંગી પડ્યા છીએ. તેની માતા, નિકોલ, અને હું ખૂબ જ દુઃખી છીએ. નાથન સૌથી દયાળુ વ્યક્તિ હતા. તે કાળજી રાખનાર, સમજદાર, નમ્ર અને હૃદયથી સારા વ્યક્તિ હતા. તે તેના પરિવાર અને મિત્રોને ખૂબ પ્રેમ કરતા હતા.અમે તેને અમારા બધા હૃદયથી પ્રેમ કરતા હતા અને તેના પર ખૂબ ગર્વ અનુભવીએ છીએ.” એ વિચારીને થોડી રાહત થાય છે કે

નાથન વિચિત્ર સંજોગોમાં ઘર છોડી ગયો

લિલ જોને એ પણ જાહેર કર્યું કે નાથન ન્યૂયોર્ક યુનિવર્સિટીમાં ભણ્યો હતો અને સંગીત નિર્માતા, કલાકાર અને એન્જિનિયર તરીકે કામ કરતો હતો. પોલીસના જણાવ્યા મુજબ, જ્યારે નાથન ગુમ થયો, ત્યારે તે વિચિત્ર સંજોગોમાં ઘરેથી નીકળી ગયો. ત્યારબાદ તેનો સંપર્ક કરવામાં આવ્યો નહીં.6 ફેબ્રુઆરીના રોજ લગભગ 11:53 વાગ્યે, ડાઇવર્સે તળાવમાંથી એક મૃતદેહ શોધી કાઢ્યો. તબીબી તપાસકર્તા તરફથી સત્તાવાર પુષ્ટિ હજુ બાકી છે. પોલીસ કહે છે કે આ મૃતદેહ નાથનનો છે.

હત્યા કે આત્મહત્યા?

પોલીસે એ પણ સ્પષ્ટતા કરી છે કે અત્યાર સુધી કોઈ ગુનાહિત કે હત્યાના પુરાવા મળ્યા નથી..પરંતુ તપાસ ચાલુ છે. આ ઘટના લિલ જોન અને તેના પરિવાર માટે અત્યંત પીડાદાયક છે. અને વિશ્વભરના લોકો તેમની સંવેદના વ્યક્ત કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE