થાનગઢમાં “આશીર્વાદ” હોસ્પિટલનાં કાળા કારનામા!
નામ આશીર્વાદ – કામ પાપાચારના!
“બેટી બચાવો, બેટી પઢાવો”ના દાવા વચ્ચે વધુ એક ભ્રૂણ હત્યા અને દુષ્કર્મની આશંકા બાદ ગર્ભપાતનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.
રાજકોટના છેવાડાના વિસ્તારની ગરીબ પરિવારની પુત્રી સાથે દુષ્કર્મ થયાની આશંકા બાદ, થાનગઢ પંથકની ખાનગી હોસ્પિટલમાં ગર્ભપાત કરાવવામાં આવ્યો હોવાનો ખુલાસો થતાં ભારે ચકચાર મચી છે.
🚨 હોસ્પિટલની અંદરથી ઉઘડતા કાળા સત્ય:
હોસ્પિટલમાં ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર વિના જ ઓપરેશનો અને ગર્ભપાત થતા હોવાની હકીકત.
કોઈ કેસ પેપર નહીં! કોઈ નિષ્ણાત ડોક્ટર નહીં! છતાં ગર્ભપાતના ઓપરેશનો ધડાધડ!
દરેક ગામે એજન્ટો મુકીને યુવતીઓના ગર્ભપાતના કેસ લાવવાની “ગંદુ સેટિંગ”!
મેડિકલ સ્ટોર માટે ભાડે લીધેલું ફાર્માસિસ્ટ લાયસન્સની લોકમુખે ચર્ચા
હોસ્પિટલ તથા મેડિકલ સ્ટોરનું મેનેજમેન્ટ એક જ મહિલા ચલાવતી હોવાની ચર્ચાઓ.
❓ લોકો અને મીડિયાનાં સવાલો :
👉 ગાયનેક ડોક્ટર વગર ગર્ભપાત કરવાની મંજૂરી કોણે આપી?
👉 હોસ્પિટલમાં 24 કલાકથી વધુ પેશન્ટને રાખવામાં આવ્યા, તો એડમિટ ફાઇલ કેમ નહીં કાઢવામાં આવી?
👉 મીડિયા ટીમ પહોંચતાંજ ડોક્ટરે કહ્યું – “અમારી હોસ્પિટલમાં કોઈ પેશન્ટ એડમિટ નથી” …ડોક્ટર સાથે હોસ્પિલ ચેક કરતા છત ઉપર સંતાડેલી યુવતી મળી આવી!
👉 યુવતીની માતાએ ખુદ સ્વીકાર્યું કે – “અમે 24 કલાકથી અહીં દાખલ છીએ!”
👉 ડોક્ટરનો એક જ જવાબ – “અહીં પટેલ ડોક્ટર ઇન્ચાર્જ છે, હું તો ફક્ત 72 કલાક માટે આવ્યો છું!” અહીં જે કઈ છે તે રાજુભાઈ ને ખ્યાલ
—
🔥 મુખ્ય સવાલો :
આ આખા ગેરકાયદેસર કારોબારનો સૂત્રધાર કોણ?
કાયદો આ મામલે સૂતો કેમ છે?
કહેવાતા સંગઠનો અને શાસકો ગરીબ પરિવારોની દીકરીઓના હક્ક માટે લડશે કે નહીં?
⚡ લોકરોષ:
થાનગઢ પંથકમાં “આશીર્વાદ” હોસ્પિટલનાં કારસ્તાનોને લઈ લોકોમાં ભારે રોષ છે.
સ્થાનિકોમાં ચર્ચા છે કે – કેસ દબાવવા માટે હોસ્પિટલ માલિક અને તેની સાગરીત મહિલાએ “હવાતીયા” (ઘૂસ) કર્યા છે.
📢 અંતિમ સવાલ:
શું આ કેસમાં કાયદો સખત પગલાં લેશે કે બધું જ દબાઈ જશે?
કે પછી ગરીબોની દીકરીઓનો સસ્તામાં વેપાર આવતીકાલે પણ ચાલુ રહેશે?