આફ્રિકન યુવતી કુંવારી માતા બનવાના કિસ્સામાં છૂપાવાતી વાસ્તવિકતા!
- વિદેશી અનમેરીડ યુવતી માતા બનવાની ઘટનામાં હોસ્પિટલ અને પોલીસની ભૂમિકા પર ઉઠ્યા ગંભીર સવાલ
- યુવતી ગર્ભવતી બન્યા બાદ ચાલેલી સારવાર અને પ્રસ્તુતિ બાદ અપાયેલી રજા પછી કંઈક રંધાઈ રહ્યું હોવાની ચર્ચા
રાજકોટમાં ગત સોમવારે સવારે મારવાડી કોલેજની ઝિમ્બાબ્વેની કુંવારી યુવતીએ ખાનગી હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યો હતો. 23 વર્ષની યુવતી કુંવારી માતા બનતા કાયદાકીય રીતે કંઇ અયોગ્ય નથી તેવું કાનૂની નિષ્ણાતો કહી રહ્યા છે, પરંતુ સૂત્રો જણાવી રહ્યા છે કે, વિદેશી યુવતી કુંવારી માતા બનવાના કિસ્સામાં વાસ્તવિકતા છૂપાવાઈ રહી છે. અંદરખાને સચ્ચાઈ જુદી છે!
મારવાડી કોલેજમાં અભ્યાસ કરતી ઝિમ્બાબ્વેની યુવતી કુંવારી માતા બનવાની ઘટના બાદ કેટલીક ગંભીર અને ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે. સમગ્ર મામલે વિદેશી અનમેરીડ યુવતી માતા બનવાની ઘટનામાં હોસ્પિટલ અને પોલીસની ભૂમિકા પર ગંભીર સવાલ ઉઠી રહ્યા છે. જોકે આ અંગે હજુ સુધી પોલીસ કે ડોક્ટર દ્વારા કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી પરંતુ અંદરખાને દાળમાં કંઈક કાળું હોવાની શંકા સેવાઈ રહી છે.
વિશ્ર્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર યુવતી શરૂઆતથી પોતાના રહેઠાણથી દૂર આવેલા એક વિસ્તારના એક ખાનગી મેટરનિટી હોસ્પિટલમાં તેના પ્રસવ પહેલાના તમામ ચેકઅપ અને સારવાર કરાવતી હતી. ત્યારબાદ પ્રસવ સમય નજીક આવતા જ્યારે તેણી તે જ હોસ્પિટલમાં પહોંચી, ત્યારે ઈમરજન્સી ડિપાર્ટમેંટ દ્વારા ડિલિવરી કરવાથી ઈન્કાર કર્યો હોવાનો આક્ષેપ ઊઠ્યો હતો એવું કહેવાઈ રહ્યું છે.
યુવતી ગર્ભવતી બન્યા બાદ ચાલેલી સારવાર અને પ્રસ્તુતિ બાદ અપાયેલી રજા પછી કંઈક રંધાઈ રહ્યું હોવાની ચર્ચા ચાલી રહી છે. આખરે કેમ શહેરના એક ખૂણે રહેતી આફ્રિકન યુવતી ડિલિવરી કરવા માટે શહેરના બીજા ખૂણે આવેલી હોસ્પિટલમાં જાય છે અને તેની સારવાર બાદ રજા આપ્યા પછી ક્યાં કારણોસર શહેરના એક ખૂણે તેને રોકીને પૂછપરછ કરવામાં આવે છે તેવા સવાલોનો ગણગણાટ ચાલી રહ્યો કજે.