📰 ગોંડલમાં યંત્રના નામે ખુલ્લેઆમ જુગારનો ધંધો!
📍 અહીં યુવાનોના ભવિષ્ય સાથે રમાય છે ખીલવાર, તંત્ર મૌન છે!
ગોંડલ: શહેરના વિવિધ વિસ્તારોમાં યંત્ર આધારિત ગેમ ઝોનના નામે ખુલે આમ જુગારના હાટડાઓ ચાલતા હોવાનો ખુલાસો થયો છે. નબળિકો સહિત યુવાવર્ગને લલચાવી ધંધા રૂપે ચલાવતા આ હાટડાઓ પાછળ કોણ છે? અને તંત્ર કેમ ચૂપ છે? તે હાલમાં મોટો પ્રશ્ન બની રહ્યો છે.
આ જુગારધંધાના હાટડા કથિત રીતે નીચેના સ્થળોએ ખુલ્લેઆમ ચાલુ છે:
🔹 ઉદ્યોગનગર
🔹 જેલ રોડ
🔹 સેન્ટ્રલ ચોક
🔹 મોવિયા રોડ
🔹 ચોરડી દરવાજા
🔹 જૂના માર્કેટિંગ યાર્ડ
🔹 નવા યાર્ડની સામે
🔹 ગુંદા ચોકડી
🔹 હોરા-કોટડા રોડ
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આ તમામ જગ્યાએ યુવાઓ દિવસભર “મશીન રમવા”ના બહાને રૂપિયા ગુમાવે છે. આ ગેમ ઝોનમાં નફાની લાલચ આપી લોકોને જુગારમાં ખેંચવામાં આવે છે, જે આપત્તિજનક સ્થિતિ સર્જે છે.
જણાવી દઈએ કે આવા યંત્રો ઉપર કોઈ ચોકસ નીતિનીયમો કે નિયમિત મંજૂરી છે કે નહીં તે તંત્ર ઊંડાણ પૂર્વક, તેની તપાસ કરવાની જરૂર છે. ફરીથી એ જ પ્રશ્ન ઉઠે છે:
➡ શું તંત્ર આ હાટડાઓ પર દ્રષ્ટિ રાખી રહ્યું છે કે તપાસ કે જોવાનું અભાવ છે?
➡ શું સ્થાનિક પોલીસને આ અંગે જાણ છે? જો છે, તો હજુ સુધી કાર્યવાહી કેમ નથી?
સ્થાનિક જાગૃત નાગરિકો અને સામાજિક કાર્યકરો દ્વારા માંગ ઉઠી રહી છે કે તાકીદે આ સ્થળોએ રેડ યોજી, તમામ જુગાર હાટડાઓ બંધ કરાવા જોઈએ અને તેનું ચક્ર ચલાવનાર સામે કાયદેસર પગલાં લેવામાં આવે.