મ્યાનમાર અને બેંગકોકમાં ભૂકંપે વેરેલી તબાહીના જે વીડિયો સામે આવ્યા છે તે હચમચાવી મૂકે તેવા છે.. ઉંચી ઉંચી ઇમારતો પત્તાના મહેલની માફક ધરાશાયી થઇ ચૂકી છે.
શુક્રવારે મ્યાનમારમાં શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જ્યાં સેંકડો લોકો ઇમારતોમાંથી બહાર નીકળી આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસ (GFZ) એ શુક્રવારે જણાવ્યું હતું કે મ્યાનમારમાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપથી થયેલા નુકસાન અંગે મ્યાનમાર તરફથી તાત્કાલિક કોઈ માહિતી મળી નથી. આ ભૂકંપ કેટલો ભયાનક હશે તેનો અંદાજો તમને નીચે આપેલા કેટલાક વીડિયોમાં જોઇ શકો છો
ભૂંકપની તીવ્રતાનો પરિચય કરાવતા એક વીડિયોમાં ઘરની એક-એક સામગ્રી હિંચકાની જેમ ઝુલતી નજરે પડે છે.
મ્યાનમારમાં આવેલી એક યુનિવર્સિટીની બિલ્ડીંગ ભૂકંપમાં સંપૂર્ણ ધરાશયી થઇ ગઇ હતી અને ધરાશાયી થવાની સાથે તેમાં આગ ફાટી નીકળી હતી.. આમ અહીં દર્શાવેલા વીડિયોમાં ધરાશયી થયેલી બિલ્ડીંગમાં લાગેલી આગ બાદ ધૂમાડાના ગોટેગોટા જોઇ શકો છો
ભૂંકપની ભયાવહતા દર્શાવતા અન્ય એક વીડિયોમાં ભૂકંપની બિલ્ડીંગ ધરાશયી થતી જોઇ શકાય છે..
તો અન્ય એક વીડિયોમાં એક બિલ્ડીંગ સંપૂર્ણ પડી ગઇ છે અને તે બાજુમાં આવેલા બિલ્ડીંગ પર પડવાથી ત્રાંસી થઇ ગયેલી નજરે પડે છે..
આ ભયાવહ ભૂકંપમાં મ્યાનમારનું એક ઐતિહાસિક મંદિર પણ હતું ન હતું થઇ ગયું
શકિતશાળી ભૂકંપમાં બેંગકોકની પણ અનેક ઇમારતો ધરાશાયી થઇ ગઇ છે.
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને ચિંતા વ્યક્ત કરી છે. તેમણે લખ્યું છે કે તેઓ મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપ પછીની પરિસ્થિતિથી ચિંતિત છે. હું દરેકની સલામતી અને સુખાકારી માટે પ્રાર્થના કરું છું. ભારત શક્ય તમામ મદદ પૂરી પાડવા તૈયાર છે. આ સંદર્ભમાં, અમે અમારા અધિકારીઓને તૈયાર રહેવા કહ્યું છે. ઉપરાંત, વિદેશ મંત્રાલયને મ્યાનમાર અને થાઇલેન્ડની સરકારો સાથે સંપર્કમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે.
મ્યાનમારમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ
ભૂકંપનું કેન્દ્રબિંદુ મોનીવા શહેરથી લગભગ 50 કિલોમીટર (30 માઇલ) પૂર્વમાં હતું. ગૃહયુદ્ધ સામે ઝઝૂમી રહેલા દેશ મ્યાનમારમાં આ ભૂકંપની અસર અંગે હજુ સુધી કોઈ વિગતવાર અહેવાલ નથી. ભૂકંપને કારણે મ્યાનમારમાં પણ ભારે નુકસાનની આશંકા છે, પરંતુ તાત્કાલિક કોઈ અહેવાલ પ્રાપ્ત થયો નથી.