વિધાનસભામાં ચર્ચાનો ખુલાસો કરતા ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કહ્યું કે વિધાનસભામાં ધારાસભ્યની ગ્રાન્ટ વધારવા રજૂઆત થઇ હતી. તેમણે કહ્યું કે આ માત્ર વિપક્ષની નહીં પરંતુ ભાજપના ધારાસભ્યોની પણ માંગ છે કે ગ્રાન્ટ અને પગારમાં વધારો કરવામાં આવે
આજે ધારાસભ્યના પગાર અને ગ્રાન્ટ મુદ્દે ગુજરાત વિધાનસભામાં ચર્ચા થઇ હતી. વિધાનસભામાં ચર્ચાનો ખુલાસો કરતા ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કહ્યું કે વિધાનસભામાં ધારાસભ્યની ગ્રાન્ટ વધારવા રજૂઆત થઇ હતી. તેમણે કહ્યું કે આ માત્ર વિપક્ષની નહીં પરંતુ ભાજપના ધારાસભ્યોની પણ માંગ છે કે ગ્રાન્ટ અને પગારમાં વધારો કરવામાં આવે
મહત્વનું છે કે થોડા દિવસ પહેલા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીને લઇ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે તમામ મહિલા ધારાસભ્યો સાથે ઔપચારિક શુભેચ્છા બેઠક યોજી હતી.. જેમાં તેમણે મહિલા ધારાસભ્યોને તેમના વિસ્તારમાં વિકાસના કામો માટે વધારાના 2-2 કરોડની ગ્રાન્ટની ફાળવણી કરી હતી. જે બાદ મહિલા ધારાસભ્યોએ મુખ્યમંત્રીનો આભાર પણ માન્યો હતો.
જો કે આ દરમ્યાન ખુબજ હળવી ક્ષણોમાં પુરુષ ધારાસભ્યોએ પણ હસતા-હસતા કહ્યું હતું કે આમાં અમારો શું વાંક અમને પણ 2-2 કરોડની વધારાની ગ્રાન્ટ આપવી જોઇએ.. આ માંગણીને ગણપત વસાવાએ પણ સમર્થન આપી નાણામંત્રી કનુભાઇ દેસાઇની ઝોળીમાં બોલ ફેંકી દીધો હતો, અને તેમની તરફ જોઇને કહ્યુ હતું કે આ બધા ભાઇઓની માંગણી છે મંત્રીજી, તમારે કંઇ વિચારવું જોઇએ.. ત્યારબાદ ગૃહમાં ઉલ્લાસનું વાતાવરણ છવાઇ ગયું હતું અને પાટલી થપથપાવીને સૌ કોઇએ ગણપતભાઇ વસાવાના આ નિવેદનને વધાવી લીધુ હતું.