છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં 56 જેટલી સરકારી શાળાઓ બંધ થઇ ગઇ છે.. આ કોઇ આક્ષેપ નથી પરંતુ સરકાર દ્વારા જ સ્વીકારવામાં આવેલી વાત છે. સરકારનું કહેવું છે કે ઓછી સંખ્યાને કારણે છેલ્લા બે વર્ષમાં 56 જેટલી સરકારી સ્કૂલો બંધ કરી દેવી પડી છે.
સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા હમેંશા ચર્ચાનો વિષય બની રહી છે.. સરકારી શાળાઓમાં અપાતા શિક્ષણની ગુણવત્તા પર સવાલ એટલા માટે પણ ઉભા થાય કારણ કે નબળી આર્થિક સ્થિતિ ધરાવતા મા-બાપ પણ સરકારી શાળામાં પોતાના બાળકને ભણવા મુકવા કરતા દેવું કરીને પોતાના ખાનગી સ્કૂલમાં ભણવા મુકવાનું વધારે પસંદ કરે છે
જો કે બાળક સાવ ન ભણે તેના કરતા ગરીબ મા-બાપ પોતાના બાળકને સરકારી શાળામાં મોકલતા હોય છે. પરંતુ રાજ્યમાં સરકારી શાળાઓની સ્થિતિ સારી કહી શકાય તેમ નથી.
છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં 56 જેટલી સરકારી શાળાઓ બંધ થઇ ગઇ છે.. આ કોઇ આક્ષેપ નથી પરંતુ સરકાર દ્વારા જ સ્વીકારવામાં આવેલી વાત છે. સરકારનું કહેવું છે કે ઓછી સંખ્યાને કારણે છેલ્લા બે વર્ષમાં 56 જેટલી સરકારી સ્કૂલો બંધ કરી દેવી પડી છે.
પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે 25-02-2025ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં કયા જિલ્લામાં કેટલી સરકારી શાળાઓ બંધ કરવામાં આવી અને તેના શું કારણો છે તેવો પ્રશ્ન પૂછ્યો હતો. જેનો જવાબ આપતા પ્રધાને કહ્યું, અમરેલીમાં 6, અરવલ્લીમાં 7, ભાવનગરમાં 1, છોટા ઉદેપુરમાં 3, ડાંગમાં 1, દેવભૂમિ દ્વારકામાં 9, ગીર સોમનાથમાં 1, જામનગરમાં 2, જુનાગઢમાં 4, ખેડામાં 2, કચ્છમાં 3, મહેસાણામાં 1, નવસારીમાં 2, પંચમહાલમાં 1, પોરબંદરમાં 6, રાજકોટમાં 3, સુરતમાં 1 અને સુરેન્દ્રનગરમાં 1 પ્રાથમિક સરકારી શાળા બંધ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓની સંખ્યા શૂન્ય હોવાથી અથવા પૂરતી સંખ્યા ન હોવાના કારણે બંધ કરવામાં આવી હતી.
આપણી પહેલાની પેઢી મોટેભાગે સરકારી શાળામાં જ ભણી હશે અને આપણા વાલીઓ પોતાના જીવનમાં સ્વબળે સંઘર્ષ કરીને જ સારી જગ્યાએ પહોંચ્યા હશે. સરકારી શાળામાં જ ભણનારી કે સરકારી કોલેજોમાં ભણનારી આપણી પહેલાની પેઢી ઉપરથી એટલું તો ફલિત થાય છે કે સમજણપૂર્વકનું શિક્ષણ ગ્રહણ કરવું જરૂરી છે અને જો એવું થાય તો તમારી પ્રગતિ કોઈ રોકી શકતું નથી. હવે ફરી ફરીને સવાલ એ થાય છે કે અત્યારે સરકારી શાળાનું નામ પડે એટલે બાળકને ત્યાં નથી મુકવું એવી માનસિકતા સામાન્ય રીતે કેમ જોવા મળે છે?