વડોદરાની M.S.યુનિવર્સિટીની બેદરકારી સામે આવી છે. જેમાં વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હોવા છતાં તેમને ગેરહાજર દર્શાવવામાં આવતા વિદ્યાર્થીઓમાં રોષ ફાટી નિકળ્યો છે.
વડોદરાની M.S.યુનિવર્સિટી વાંરવાર કોઇ કારણોસર વિવાદમાં રહેતી હોય છે. ત્યારે તાજેતરમાં વધુ એક વિવાદ સામે આવ્યો છે. જેમાં M.S.યુનિવર્સિટીની લાલિયાવાડી જોવા મળી હતી. આ ઘટનામાં મળતી માહિતી મુજબ યુનિ.ના આર્ટસ ફેકલ્ટીના 70 વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવ્યા હતા. જેમાં 70 વિદ્યાર્થીઓએ ઇન્ટર્નલ પરીક્ષા આપી છતાં ગેરહાજર દર્શાવાયા હતા.
પ્રોફેસરો દ્વારા બેદરકારી દાખવવામાં આવી
યુનિવર્સિટીના બેદરકાર પ્રોફેસરો દ્વારા બેદરકારી દાખવવામાં આવતા વિદ્યાર્થીઓને મુશ્કેલી વેઠવવાની વારી આવી છે. જેમાં પરિણામમાં ગેરહાજર દર્શાવાયાતા વિદ્યાર્થીઓ અટવાયા હતા. આ ઉપરાંત ઇન્ટર્નલના પરિણામની અસર એક્સ્ટર્નલ પરીક્ષાના રિઝલ્ટ પર પડી હતી. જેના કારણે માર્કસમાં મોટો ફેરફાર જોવા મળ્યો હતો.
વિદ્યાર્થીઓ મહેનત કરીને પરિક્ષાઓ આપતા હોય છે. મુખ્ય પરિક્ષા પહેલા ઇન્ટરનલ પરિક્ષા લેવામાં આવતી હોય છે. જેના માર્કસની ગણતરી મુખ્ય પરિક્ષામાં કરાય છે. જેના આધારે ફાઇનલ માર્ક નક્કી થાય છે. ત્યારે વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હોવા છતાં તેમને ગેરહાજર દાખવવામાં આવતા વિદ્યાર્થીઓને પરેશાન થવાની વારી આવી છે.