રાજકુમાર જાટના મોતને લઇને મોટા સમાચાર સામે આવ્યા હતા. જેમાં એસીપી રાજેશ બારીઆનું નિવેદન સામે આવ્યું છે.
સમગ્ર ઘટનાને લઇ તેઓએ જણાવ્યું હતું કે રાજકુમારના મોત અંગે ફોરેન્સિક પોસ્ટમોર્ટમનો પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં શરીર પર નાની મોટી 42 ઇજાના નિશાનો જોવા મળ્યા છે. આ ઇજા પ્રાથમિક દ્રષ્ટ્રીએ અકસ્માતને કારણે હોય તેવું પોલીસે નિવેદન આપ્યું છે.
ત્યાર સમગ્ર ઘટનાને લઇ ફરી પોલીસે મોત પાછળ અકસ્માત હોવાનું નિવેદન આપ્યું છે. જેમાં ગોંડલ રાજકોટ હાઇ વે પર નિ:વસ્ત્ર રસ્તા જોવા મળ્યો હતો. યુવકને કપડાં આપનારની પણ ઓળખ કરવામાં આવી છે. જેઓનું નિવેદન નોંધવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજકુમાર રામધામ આશ્રમમાંથી બહાર નિકળ્યા બાદ જે બનાવ બન્યો તે જગ્યાએથી તેના ચપ્પલ મેળવવામાં આવ્યા હતા. પોલીસ તપાસમાં અત્યાર સુધીમાં કોઇ શંકાસ્પદ ગતિવિધી જોવા મળી નથી. ત્યારે પરિવારજનોના ગંભીર આક્ષેપો વચ્ચે પોલીસનું સ્પષ્ટ નિવેદન સામે આવ્યું છે. જેમાં હાલ પોલીસ અકસ્માત સર્જનારની તપાસ કરી રહી છે. અને રાજકોટથી ચોટીલા સુધીના સીસીટીવી ફુટેજની તપાસ કરવામાં આવી રહી છે.
જાણો સમગ્ર કેસ
જયરાજસિંહના દીકરા ગણેશ જાડેજા વિરુદ્ધ ગંભીર આરોપ લાગ્યો હતો. ગણેશ જાડેજાના માણસોએ એક યુવક અને પિતાને માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. રાજકુમાર જાટ નામના યુવકને માર મારવાની ઘટના બાદ યુવક ગુમ થયો હતો અને 7 દિવસ બાદ પણ રાજકુમાર જાટનો કોઈ પતો લાગ્યો ન હતો. રાજકુમાર જાટ UPSC પરીક્ષાની તૈયારી કરતો હતો. યુવકના પિતાએ ગોંડલ પોલીસને લેખિતમાં રજૂઆત પણ કરી હતી. પૂર્વ ધારાસભ્યના કેટલાક માણસોએ બોલાવીને માર માર્યાનો પિતાનો આક્ષેપ છે.
ગુમ થયેલા રાજકુમાર જાટ નામના યુવકનો મળ્યો મૃતદેહ
ગણેશ જાડેજાના માણસોએ માર માર્યાનો પિતાએ આક્ષેપ લગાવ્યો હતો. બબાલ પછીથી યુવક ગુમ હતો. પોલીસે ગુમ યુવકની ફરિયાદ લેવામાં પણ ગલ્લા-તલ્લા કર્યા હતા. ગુમ થયાના 7 દિવસ પછી રાજકુમાર જાટનો મૃતદેહ મળ્યો છે. રાજકુમાર જાટ UPSC પરીક્ષાની તૈયારી કરતો હતો. પોલીસ પાસે પિતા દીકરાને શોધી લાવવા માટે કરગરતા રહ્યા અને હવે યુવકનો મૃતદેહ મળ્યો છે. પોલીસે માનસિક અસ્થિર ગણાવીને મામલાને દબાવવાના પ્રયાસનો આક્ષેપ પણ કરાયો છે.