અમદાવાદમાં વધુ એકવાર ડ્રગ્સ ઝડપાયું હતું. ત્યારે આ અંગે પોલીસ વધુ કામગીરી શરૂ કરી છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તાજેતરમાં ડ્રગ્સ પકડ્યું હતું. પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા વિદેશથી મંગાવાયું હોવાની માહિતી મળી હતી.
રાજ્યમાં અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે.ત્યારે ફરી એક વખત અમદાવાદમાંથી ડ્રગ્સનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાયો છે. જેમાં અમદાવાદના ક્રાઇમબ્રાન્ચે કરોડોની કિંમતનું ડ્રગ્સ પકડી પાડ્યું હતું. આ ડ્રગ્સ કેનેડા, થાઈલેન્ડ અને USAથી મંગાવવામાં આવ્યું હતું. શહેરની ફોરેન પોસ્ટલ ઓફિસમાંથી ક્રાઈમ બ્રાન્ચે 3.45 કરોડની કિંમતનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું.
ત્યારે આ ડ્રગ્સ કોણે મંગાવ્યા અને કોના માટે અમદાવાદ આવ્યું તે દિશામાં પોલીસે ગુનો નોંધીને કામગીરી શરૂ કરી હતી. જોકે ધૂળેટીના તહેવાર પહેલા જ 3.45 કરોડનું ડ્રગ્સ મળી આવતા અન્ય કોઇ પાર્સલ મોકલવામાં આવેલ છે કે નહીં તેની તપાસ આદરી છે.
Post Views: 41