April 10, 2025 12:41 am

ગરમીનો ‘માર’ સહન કરવા તૈયાર રહેજો! હવામાન વિભાગનું આ જિલ્લાઓ માટે યેલો એલર્ટ જાહેર

Weather Update : હવામાનની આગાહી પ્રમાણે આ યલો એલર્ટ દરમિયાન રાજ્યમાં તાપમાન 40 ડિગ્રી પર જાય તેવી શક્યતા, આગામી 3 દિવસ માટે રાજ્યના કેટલાક વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર

Weather Update : ગુજરાતના હવામાનને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં હવામાન વિભાગે આગામી 3 દિવસ માટે રાજ્યના કેટલાક વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. આજે 10 માર્ચે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ સહિતના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, હવામાનની આગાહી પ્રમાણે આ યલો એલર્ટ દરમિયાન રાજ્યમાં તાપમાન 40 ડિગ્રી પર જાય તેવી શક્યતા છે. નોંધનિય છે કે, હાલ રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે.

હવામાન વિભાગ દ્વારા 3 દિવસ માટે કેટલાક સ્થળ પર યલો એલર્ટ જાહેર કરાયું છે. જેમાં જો આપણે આજની એટલે કે 10 માર્ચની વાત કરીએ તો આજે કચ્છ, બનાસકાંઠા, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને સુરતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે 11 માર્ચે બનાસકાંઠા, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, અમરેલી અને સુરતમાં યલો એલર્ટ જાહેર કરાયું છે.

તાપમાન 40 ડિગ્રી પર જાય તેવી શકયતા

હવામાન વિભાગ વિભાગ દ્વારા આજે 10 માર્ચ અને આવતીકાલે 11 માર્ચ સિવાય આગામી 12 માર્ચે પણ યલો એલર્ટ જાહેર કર્યું છે. વિગતો મુજબ 12 માર્ચે રાજ્યમાં બનાસકાંઠા, કચ્છ, સુરેન્દ્રનગર અને રાજકોટમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીં એ નોંધનિય છે કે, યલો એલર્ટમાં તાપમાન 40 ડિગ્રી પર જાય તેવી શક્યતા છે

હવામાન વિભાગે ભારે ગરમીની આગાહી કરી છે. આગામી દિવસોમાં ગરમીનો પારો વધશે તેમજ 12 માર્ચ સુધી ગરમ પવન ફૂંકાશે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, દરિયાકાંઠા વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત હવામાન રહેશે તેમજ ઍન્ટીસાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા વાતાવરણમાં પલટો આવશે અને આગામી દિવસોમાં અમદાવાદમાં 40 ડિગ્રી સુધી તાપમાન નોંધાશે.

ગરમીમાં શેકાવા માટે તૈયાર રહેજો

ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં મહત્તમ એલર્ટ જાહેર કરાયું છે. અત્રે જણાવીએ કે, એલર્ટ કરાયેલા વિસ્તારમાં 42 ડિગ્રી સુધી તાપમાન જઇ શકે છે. સાથો સાથ કેટલાક જિલ્લાઓમાં પણ ગરમીની ભારે આગાહી કરવામાં આવી છે. તાપમાનમાં 3થી 5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. આ સાથે લઘુત્તમ તાપમાનમાં પણ વધારો થવાનું પૂર્વાનુમાન છે. જેમાં પણ 3થી 5 ડિગ્રી સેલ્સિયસ જેટલો વધારો થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.

આ રીતે કરો ‘હીટવેવ’થી પોતાનો બચાવ

  • ભીષણ ગરમી દરમિયાન વધુ પડતા પ્રોટીન યુક્ત ખોરાક ખાવાનું અને રાંધવાનું ટાળવું જોઈએ.
  • ગરમીમાં ખાસ કરીને બપોરે 12 થી 3 વાગ્યા વચ્ચે ઘરેથી બહાર જવાનું ટાળો.
  • ભલે તમને તરસ ન લાગી હો તો પણ પર્યાપ્ત માત્રામાં પાણી પીવાનું ભૂલશો નહીં.
  • ગરમીમાં ડિહાઈડ્રેશનથી બચવા માટે લીંબુ પાણી, દહી, લસ્સી, છાસ સાથે-સાથે ફળોના જ્યૂસ પ
  • તાજા ફળો જેમ કે કાકડી, તરબૂચ, લીંબુ, નારંગીનું સેવન કરો.
  • હળવા રંગના પાતળા અને ઢીલા સુતરાઉ કપડાં પહેરો.
  • બહાર ખુલ્લા પગે જવાનું ટાળો. બહાર જતી વખતે કે ખુલ્લા તડકામાં જતી વખતે છત્રી, ટોપી, ટુવાલ અથવા કોઈપણ વસ્તુથી તમારા માથાને ઢાંકવાનું રાખો.
  • હીટ સ્ટ્રેસના લક્ષણો પર વિશેષ ધ્યાન આપો, જેમ કે ચક્કર, બેભાન, ઉબકા કે ઉલટી, માથાનો દુખાવો, વધુ પડતી તરસ લાગવી, એકદમ પીળો પેશાબ, પેશાબ ઓછો થવો, શ્વાસ લેવાની ગતિ અને હ્રદયમાં ધબકારા વધવા.
  • બાળકો અને પાલતુ પ્રાણીઓને કારમાં એકલા છોડવાથી બચો, કારણ કે વાહનની અંદરનું તાપમાન વધી શકે છે જેનાથી ખતરનાક સ્થિતિ ઉત્પન્ન થવાની સંભાવના વધી શકે છે.
  • તડકામાં જતા પહેલા સનસ્ક્રીનનો ઉપયોગ કરવાનું રાખો અને નિયમિતપણે તેન લગાવતા રહો.

Leave a Comment

Digital Griot

it companies madurai
top 10 blanket company in india
advantages and disadvantages of computer
digital marketing bio for instagram copy and paste
top 10 profitable business in kolkata
world best business opportunity in network marketing
sanskrit bio for instagram attitude
top 10 lift company in india
Social Bookmarking Sites
article submission sites
ppt submission sites

READ MORE

READ MORE