50 કિમીની ઝડપે ફૂંકાશે પવન, દરિયાકાંઠા વિસ્તારો માટે એલર્ટ, હવામાન વિભાગની ચેતવતી આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાક બાદ ગરમીનું જોર વઘશે.45થી 50 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાશે જેના પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

શિયાળો ગયો અને હવે ઉનાળાના મંડાણ થયા છે ત્યારે સૂર્યદાદ ફરી એકવાર રમઝટ બોલવશે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાક બાદ ગરમીનું જોર વઘશે. ત્યારે કાળઝાળ ગરમીની આગાહીના પગલે લોકો પરસેવે રેબઝેબ થવા તૈયાર રહે! સાથો સાથ દરિયાકાંઠાના વિસ્તારોમાં જોરદાર પવન પણ ફૂંકાય તેવી પણ શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

ઉત્તરથી પૂર્વ તરફ પવનની દિશા બદલાઈ છે ત્યારે 45થી 50 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાશે જેના પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

  • માર્ચ મહિનામાં ઉત્તર ભારતમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. ગરમીની અસર 8 થી 12 દિવસ સુધી રહી શકે છે.
  • એપ્રિલ મહિનામાં મહત્તમ તાપમાન 46 ડિગ્રી સુધી પહોંચી શકે છે. ગરમીની અસર 10 થી 12 દિવસ સુધી રહી શકે છે.
  • મે મહિનામાં મહત્તમ તાપમાન 49 ડિગ્રી સુધી પહોંચી શકે છે અને ગરમીની અસર 8 થી 12 દિવસ સુધી રહી શકે છે.

Leave a Comment

READ MORE

READ MORE