ભારતના પહેલા ગામમાં વિનાશ સર્જાયો હતો. જેમાં બદ્રીનાથ નજીક માના ગામમાં ગ્લેશિયર તૂટી પડ્યું હતું. સમગ્ર ઘટનાને લઇ તંત્ર દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
ચમોલી બદ્રીનાથ ધામના માના ગામ નજીક ગ્લેશિયર નીચે 57 કામદારો દટાયા હોવાની માહિતી સામે આવી હતી. સમગ્ર ઘટનામાં તંત્ર દ્વારા 10 કામદારોને બચાવી લેવામાં આવ્યા હતા.
ત્યારે અન્ય 47 કામદારોની શોધ ચાલુ છે. આ બધા કામદારો BROના કોન્ટ્રાક્ટમાં રોકાયેલા કોન્ટ્રાક્ટરના હોવાનું જાણવા મળ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે ચમોલીના ઉપરના વિસ્તારોમાં ઘણા દિવસોથી ભારે હિમવર્ષા થઈ રહી હતી.
બદ્રીનાથ મંદિરથી ત્રણ કિલોમીટર દૂર હાઇવે પાસે હિમપ્રપાત થયો છે. એવું કહેવાય છે કે તેમાં 57 કામદારો દટાયેલા છે, જેમાંથી દસ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ઉત્તરાખંડનું માના ગામ ભારત અને ચીનની સરહદ પર છે. અહીં એક આર્મી બેઝ કેમ્પ છે. તેથી સેના પહેલા બચાવ કાર્યમાં જોડાઇ હતી. જેમાં NDRF અને SDRF ટીમો રવાના કરવામાં આવી હતી. ત્યારે હિમપ્રપાતને કારણે BRO ટીમોએ બચાવ કાર્ય પણ શરૂ કરી દીધું છે.