લગ્ર પ્રસંગમાં અવાર નવાર કન્યા પક્ષ કે વર પક્ષ તરફથી લગ્ન પ્રસંગમાં થતા વિધ્ન ઉભા થતા હોય છે. જેનાં કારણે લગ્ન અટકી પડતા હોય છે અથવા તો સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચે છે. ત્યારે આવો જ એક બનાવ રાજકોટમાં બન્યો હતો. જ્યાં જાનને લીલા તોરણે પાછું ફરવું પડ્યું હતું.
રાજકોટ ખાતે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આયોજકો દ્વારા વર તેમજ કન્યા પાસેથી રૂપિયા લઈ તેઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. ત્યારે આજે વહેલી સવારે વર તેમજ કન્યા પક્ષનાં લોકો સમૂહ લગ્ન સ્થળે પહોંચતા જ ત્યાં વ્યવસ્થા જોઈ ચોંકી ઉઠ્યા હતા.
રાજકોટમાં ખાતે આજે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું ઋષિવંશી સમાજ દ્વારા સેવા સંઘે આયોજન કર્યું હતું. આ સમૂહ લગ્ન સમારંભમાં કુલ 28 જોડાનાં લગ્ન થયા હત. તેમજ આયોજકો દ્વારા 15-15 હજાર રૂપિયા લેવામાં આવ્યા હતા. પરંતું પૈસા લઈ આયોજકો ગુમ થતા વરરાજા અને કન્યા પક્ષનાં લોકો મૂંઝવણમાં મૂકાઈ જવા પામ્યા હતા. તેમજ લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો.
આ બાબતે લગ્ન મંડપમાં પહોંચેલા વરરાજાએ કહ્યું કહું કે, અમે અહીંયા આવ્યા ત્યારે અહીંયા કોઈ હતું જ નહી. અને કોઈ પણ જાતની વ્યવસ્થા કરવામાં આવી નથી. તેમજ જમવાની કે લગ્ન મંડપની પણ કોઈ જાતની વ્યવસ્થા કરવામાં આવી નથી. તેમજ આયોજકોને ફોન કરવા છતાં તેઓ દ્વારા ફોન ઉપાડવામાં આવ્યા નથી. તેમજ આયોજકો ફરાર છે.
અમારી જે આબરૂ ગઈ છે તે પરત આપવામાં આવે
લગ્ન મંડપમાં પહોંચેલ વર રાજાએ જણાવ્યું હતું કે આયોજકો ફરાર છે. તેમજ તેઓ દ્વારા અમારા લગ્ન કરાવી દે. તેમજ જામનગરથી આવેલ છીએ. તેમજ કોઈનાં મોબાઈલ લાગતા નથી. તેમજ અમારી માંગણી છે કે અમારે પૈસા નથી જોઈતા પરંતું અમારી જે આબરૂ ગઈ છે. તે અમને પરત આપવામાં આવે
પોલીસ ઘટના સ્થળે પહોંચી
રાજકોટમાં સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું ઋષિ વંશી સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જે બાદ આયોજકો ફરાર થઈ જતા 28 જાન લીલા તોરણે પરત ફરી હતી. જે બાદ આ સમગ્ર મામલે પોલીસને જાણ કરતા પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. ડીસીપી ઘટના સ્થળે પહોંચ્યા હતા જેઓએ જણાવ્યું હતું કે, કુલ 28 વર પક્ષ તેમજ કન્યા પક્ષનાં લગ્ન હતા. ચંદ્રેશભાઈ છત્રોલીયા તેના મુખ્ય આયોજક હતા. પરંતું અમે આવ્યા ત્યાં સુધી અમુક લોકો જતા રહ્યા છે. અને જે હાજર છે એમને અમે પોલીસ દ્વારા તમામ મદદ કરી તેઓની લગ્ન વિધિ કરાવશું. તેમજ પોલીસ દ્વારા તેઓને પુરે પુરો સહયોગ આપીશું.