રાજ્યમાં 8 અકસ્માતની ઘટનાઓ બની છે. જેમાં 9 લોકોના અને 7 ગાયના મોત થયા તેમજ અનેક લોકો ઘાયલ થયા છે.
આજે રાજ્યમાં અકસ્માતની 8 ઘટનાઓ બની છે. જેમાં 9 લોકોના અને 7 ગાયના મોત થયા છે. સોથા સાથ અનેક ઘાયલ થયાની પણ વિગત છે. કચ્છના કેરા-મુંદ્રા રોડ ઉપર કમકમાટી ભર્યા અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે.
કાલાવડ રોડ પર અકસ્માત, બે ઈજાગ્રસ્ત
રાજકોટના કાલાવડ રોડ પર બસ અને બુલેટ વચ્ચે અકસ્માત થયો છે. પૂરઝડપે આવતું બુલેટ બસ સાથે અથડાયું હતું. બુલેટ પર સવાર બે લોકો ઈજાગ્રસ્ત થયા હતાં. ગંભીર હાલતમાં બંને ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
કેરા-મુંદ્રા રોડ ઉપર અકસ્માતમાં મૃત્યુઆંક વધ્યો
કચ્છના કેરા-મુંદ્રા રોડ ઉપર અકસ્માતમાં મૃત્યુઆંક વધ્યો છે. ટ્રક અને ખાનગી બસ વચ્ચેના અકસ્માતમાં મૃત્યુઆંક 7 થયો છે. અકસ્માતમાં 28 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ઘાયલોમાંથી 9 દર્દીની સ્થિતિ વધુ ગંભીર છે
પથિકાશ્રમ સર્કલ પાસે અકસ્માત
ગાંધીનગરના પથિકાશ્રમ સર્કલ પાસે અકસ્માત સર્જાયો હતો. ટ્રેકટર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કારને ટક્કર મારીને ટ્રેકટરચાલક ફરાર થયો હતો. અકસ્માતને કારણે કાર ડિવાઈડર ઉપર ચડી ગઈ હતી.
સરગાસણ પાસે અકસ્માત, 2ના મોત
ગાંધીનગરના સરગાસણ પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં 2 લોકોના મૃત્યુ અને 2 લોકોને ઈજા થયા હતાં. 2 કાર અને 2 પીકઅપ વાન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સેક્ટર-7 પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે
રાજકોટમાં બે કાર વચ્ચે અકસ્માત
રાજકોટના દૂધીવદર ગામ પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 2 લોકોને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને જામકંડોરણામાં દાખલ કરાયા છે. અકસ્માત થતા બંને કાર ખેતરમાં ઉતરી ગઈ હતી.
વરેડિયા ચોકડી પાસે વિચિત્ર દુર્ઘટના
ભરૂચની વરેડિયા ચોકડી પાસે વિચિત્ર દુર્ઘટના બની હતી. ગાયના ટોળાને અકસ્મા નડ્યો હતો. રોડની સાઈડમાં ઉભેલા ટ્રકનું ટાયર ફાટતા ગાયનું ટોળું ભડક્યું હતું. રસ્તાની એક સાઈડ જતા ગાયના ટોળાએ ભડકીને રસ્તાની વચ્ચે દોટ મુકી હતી. જેથી હાઈ-વે ઉપર સ્પીડમાં આવતું ટ્રેલર ગાયના ટોળા ઉપર ફરી વળ્યું હતું. અકસ્માતમાં 7 ગાયના મૃત્યુ થયા જ્યારે 7 ગાયને ઈજા પહોંચી છે.
ઓલપાડમાં ગંભીર અકસ્માત
સુરતના ઓલપાડ વિસ્તારમાં અકસ્માત સર્જાયો હતો. બાઈક અને મોપેડ વચ્ચે અકસ્માતના CCTV સામે આવ્યા છે. બે યુવકને ગંભીર ઈજા પહોંચી છે.
માંગરોળમાં ત્રિપલ અકસ્માત
સુરત નેશનલ હાઈવે નં.48 પર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. માંગરોળના વાલેશા ગામ નજીક દુર્ઘટના બની હતી. 2 બસ અને ડમ્પર વચ્ચે ટક્કર વાગી હતી. અકસ્માતમાં બસમાં સવાર 7 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે મોકલાયા છે