સુરેન્દ્રનગરમાં આપઘાતની ઘટના સામે આવી હતી. જેમાં યુવકે સોશિયલ મીડિયમાં વીડિયો મુક્યા બાદ આપઘાત કર્યો હતો.
રાજ્યમાં આપઘાતના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. જેમાં વિવિધ સમસ્યાના બોજ નીચે જીવતા લોકોને આપઘાત કરવાની વારી આવી છે. ત્યાર સુરેન્દ્રનગરમાં આપઘાતની ઘટના સામે આવી હતી. જેમાં ધોળી ધજા ડેમ પાસેની મુખ્ય કેનાલમાં યુવકે આપઘાત કર્યો હતો.
ભગવાન મને માફ કરજો
યુવકે આપઘાત પહેલા સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કર્યો હતો. જેમાં તેણે વીડિયોમાં હું સારો પુત્ર ભાઈ કે મિત્ર ન બની શક્યો ભગવાન મને માફ કરજો તેમ જણાવ્યું હતું. જે બાદ તેણએ કેનાલમા પડતું મુક્યું હતું.
ત્યારે આ ઘટનાની જાણ યુવાનના મિત્રોને થતા તેઓ તંત્ર સહિત કેનાલ તરફ દોડી આવ્યા હતા. જ્યાં કેનાલની પાસેથી તેનું બાઈક મળી આવ્યું હતુ. ત્યારે જવાનજોધ યુવાને આપઘાત કરી લેતા પરિવારમાં શોકનો માહોલ ફેલાયો હતો.
Post Views: 58