રાજકોટની શાશ્વત હોસ્પિટલના સુપરસ્પેશિયાલિસ્ટ તબીબો અને સપોટીંગ સ્ટાકે મહિલા દર્દીનું કર્યું સફળ બોનમેરો ટ્રાન્સપ્લાન્ટેશન
એક જ માસમાં મહિલા દર્દીને ગંભીર પ્રકારના માથલોમાં કેન્સરમાંથી નવજીવન પામી રાબેતા મુજબનું નવજીવન મળ્યુ
રાજકોટ.તા.૧૯ :-
રાજકોટ હવે ન માત્ર સૌરાષ્ટ્રનું પરંતુ ગુજરાતનું મેડિકલ હબ બની રહયુ છે. વિદેશમાં વસતાં નોન રેસિડેન્ટ ગુજરાતીઓ અને એન.આર.આઈ પણ મેડિકલ કોઝ માટે રાજકોટની મેડિકલ હબ તરીકે પસંદગી કરી રહયા છે. સ્થાનિક તબીબોની દર્દીઓ પ્રત્યેની આત્મિય સારવાર પધ્ધતિ અને આંતરાષ્ટ્રિયસ્તરની સારવારનો સમન્વય હવે રાજકોટને મેડિકલ હબના રાષ્ટ્રિય નકશામાં મૂકી રહયુ છે. તબીબી જગતના કેટલાંક જટીલ કહિ શકાય એવા ક્ષેત્રોમાં પણ હવે રાજકોટ ઉજજવળ પરિણામો આપી રહયુ છે. તાજેતરમાં જ રાજકોટની શાશ્વત હોસ્પિટલમાં એક મહિલા દર્દીનું બોનમેરો ટ્રાન્સપ્લાન્ટેશન કરવામાં આવ્યુ છે. માત્ર એક મહિના બાદ આ મહિલા દર્દી તેમનું રોજીંદુ જીવન જીવવા માંડી છે. એટલું જ નહિ માયલોમા પ્રકારના બ્લડકેન્સરની જીવલેણ કહેવાતી બિમારીમાંથી સંપૂર્ણ મુકત બન્યા છે. આ તબીબી સિધ્ધી રાજકોટની શાશ્વત હોસ્પિટલના ડો. સુજય રાઈંચવારની આગેવાનીમાં ડો.અલ્પેશ કિકાણી, ડો.ગૌતમ માકડિયા, ડો.મહેશ વિડજા, ડો.મનિષ વિડજા, ડો.વિવેક કડાવલા, ડો.દિવ્યેશ ધંધુકિયા, ડો.તસ્નીમ ત્રિવેદી તથા નર્સીગ ટીમના પાર્થ ગોસ્વામી અને ભાવિન સોલંકીની ટીમે પાર પાડી હતી.
આ અંગે પત્રકાર પરિષદમાં વિગતો આપતાં ડો.સુજય રાઈંચવાર જણાવ્યુ હતું કે, શાશ્વત હોસ્પિટલમાં શશીબેન નામના એક દર્દી થોડા માસ પૂર્વે આવ્યા હતાં. તેમના મેડિકલ રિપોર્ટ બાદ તેમને મલ્ટીપલ માથલોમાં (ગંભીર પ્રકારનું લોહિનું કેન્સર) હોવાનુ માલુમ થયુ હતુ. શાશ્વત હોસ્પિટલમાં તેમના સઘન મેડિકલ રિપોર્ટ બાદ એવું નિદાન થયુ હતું કે તેમને કેન્સરની ગંભીર બિમારીમાંથી મુકત કરી પુન: તંદુરસ્ત જીવન આપવા માટે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટેશન જરૂરીછે. આ માટે સૌ પ્રથમ શરિરમાં રહેલા કેન્સરના કોષને નાબુદ કરવા માટે સુપરસ્પેશિયાલિસ્ટ તબીબો, હિમેટોલોજીસ્ટ, ઇન્ટેન્સીવિસ્ટ તબીબોની આખી ટીમ કામે લાગી. આ મહિલા દર્દીને તબીબોના સતત નિરિક્ષણ વચ્ચે કીમોથેરાપી આપવામાં આવી. બાદમાં સ્ટેમસેલથેરાપી અને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટેશન કરવામાં આવ્યુ. ખુબ જ ક્રિટિકલ સારવારને સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યા બાદ દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતાં. એક માસના તેમના મોનીટરીંગ બાદ ચોકકસપણે કહી શકાય કે આ મહિલા દર્દી હવે તેમનુ રોજીંદુ જીવન રાબેતા મુજબ જીવી રહયા છે.
કેન્સર જેવી ગંભીર વ્યાધિ સામે શાશ્વતની તબીબી ટીમે જે રીતે મહિલા દર્દીને નવજીવન આપ્યુ છે તે રાજકોટ, સૌરાષ્ટ્રના દર્દીઓ માટે પણ આશાનુ નવું કિરણ બની રહેશે. કારણ કે સામાન્ય રીતે આ પ્રકારના બોનમેરો ટ્રાન્સપ્લાન્ટેશન ૧૦ થી ૧૪ લાખ રૂપિયાના ખર્ચે થતાં હોય છે. પરંતુ શાશ્વતની ટીમે મુખ્યમંત્રીની ખાસ કલ્યાણ યોજના અને અન્ય તબીબી સહાય વડે માત્ર ચોથા ભાગની રકમમાં દર્દીને નવજીવન બક્ષવામાં મદદ કરી છે.
શાશ્વત હોસ્પિટલ વિષે : શાશ્વત હોસ્પિટલ્સ : સૌરાષ્ટ્ર-ગુજરાતમાં કેન્સરની સારવારનું સરનામું :-
રાજકોટ સ્થિત શાશ્વત હિમેટો – ઓન્કો એસોસિએટ્સ એલએલપી (મેસર્સ)
શાશ્વત અથવા એસએચઓએ એલએલપી) એક ભાગીદારી પેઢી છે, જેની શરૂઆત 2016 માં ડો. ગૌતમ માકડિયા અને ડો. અલ્પેશ કિકાણી દ્વારા કરવામાં આવી હતી. બંને સૌરાષ્ટ્ર-ગુજરાતના અગ્રણી મેડિકલ ઓન્કોલોજિસ્ટ છે.
મેસર્સ, શાશ્વત ” શાશ્વત હોસ્પિટલ્સ” નામે ઓન્કોલોજી હોસ્પિટલોની ચેઇન ચલાવે છે.
હાલમાં, એસએચઓએ એલએલપી રાજકોટમાં બે શાશ્વત હોસ્પિટલ, જામનગરમાં એક અને સૌરાષ્ટ્ર અને ગુજરાતના 10 અન્ય કેન્દ્રોમાં ઓન્કોલોજી સબસ્પેશિયાલિટીઝનું સંચાલન કરે છે. આ અન્ય કેન્દ્રોમાં સમન્વય હોસ્પિટલ-જૂનાગઢ, એનએમવી-વોકહાર્ટ હોસ્પિટલ-રાજકોટ, જલારામ હોસ્પિટલ-રાજકોટ, દોશી હોસ્પિટલ-રાજકોટ, આરોગ્યમ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ-ગોધરા, બોટાદ, સુરેન્દ્રનગર, વેરાવળ, અમરેલી અને મોરબીનો સમાવેશ થાય છે
શાશ્વત હોસ્પિટલ્સ હાલમાં મેડિકલ ઓન્કોલોજિસ્ટ, સર્જિકલ ઓન્કોલોજિસ્ટ અને હેડ એન્ડ નેક ઓન્કોસર્જન, હિમેટોલોજિસ્ટ, ઓર્થોપેડિક – ઓન્કોસર્જન, ગાયનેક – ઓન્કોસર્જન, એનેસ્થેટીસ્ટ-ઇન્ટેન્સિવિસ્ટ, પેઇન એન્ડ પેલિએટિવ કેર કન્સલ્ટન્ટ, ડાયેટિશિયન, પેથોલોજિસ્ટ, મેડિકલ જિનેટિક્સ કન્સલ્ટન્ટ, ટ્રાન્સફ્યુઝન મેડિસિન કન્સલ્ટન્ટની સૌથી મોટી ટીમ ધરાવે છે, જે તેને ઓન્કોલોજી સંબંધિત તમામ સમસ્યાઓ માટે વન-સ્ટોપ ડેસ્ટિનેશન બનાવે છે. ભવિષ્યમાં, શાશ્વત હોસ્પિટલ્સ ઓન્કોલોજી તાલીમ અને માનવ સંસાધન વિકાસનું કેન્દ્ર બનવા માંગે છે.