Delhi Election Result : આજે સવારથી શરૂ થયેલ મતગણતરીની વચ્ચે હવે શરૂઆતી વલણ સામે આવી રહ્યા છે, ભાજપ સ્પષ્ટ બહુમતી તરફ
Delhi Election Result : દિલ્હી વિધાનસભાની ચૂંટણી બાદ હવે આજે સવારથી શરૂ થયેલ મતગણતરીની વચ્ચે હવે શરૂઆતી વલણ સામે આવી રહ્યા છે. હાલની સ્થિતિએ જોઈએ તો ભાજપને સ્પષ્ટ બહુમતી મળી રહી છે. વિગતો મુજબ આમ આદમી પાર્ટી 26 સીટો પર આગળ છે તો ભાજપ 43 સીટો પર આગળ ચાલી રહી છે. અહીં એક વાત ખાસ નોંધનિય છે કે, દિલ્હીમાં કોંગ્રેસ એક જ સીટ પર આગળ ચાલી રહી છે.
કેજરીવાલ 1500 મતોથી પાછળ
દિલ્હી ચૂંટણીમાં EVMની ગણતરી શરૂ થઈ ગઈ છે. શરૂઆતના વલણોમાં કેજરીવાલનું ઝાડુ સતત પાછળ રહી રહ્યું છે. જ્યારે ભાજપનું કમળ નિર્ણાયક લીડ મેળવી રહ્યું છે. કેજરીવાલ 1500 મતોથી પાછળ છે. ભાજપ હાલમાં 43 બેઠકો પર આગળ છે. AAP 26 બેઠકો પર આગળ છે. કોંગ્રેસ એક બેઠક પર આગળ છે. ભાજપના કપિલ મિશ્રા કરાવલ નગરથી આગળ દેખાઈ રહ્યા છે. કોંગ્રેસના દેવેન્દ્ર યાદવ બાદલીથી આગળ ચાલી રહ્યા છે. બિજેન્દ્ર ગુપ્તા રોહિણીથી સતત આગળ છે.
કાલકાજીથી બિધુરી આગળ
EVM ની ગણતરી શરૂ થઈ ગઈ છે. કાલકાજી બેઠક પર પહેલા રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર રમેશ બિધુરી 673 મતોથી આગળ છે. ગ્રેટર કૈલાશના સૌરભ ભારદ્વાજ સતત આગળ છે. વલણોમાં, ભાજપ 42 બેઠકો પર અને AAP 25 બેઠકો પર આગળ છે. કોંગ્રેસ એક બેઠકથી આગળ છે.
કેજરીવાલ, સિસોદિયા અને આતિશી પાછળ
નવી દિલ્હી બેઠક પરથી AAP કન્વીનર અરવિંદ કેજરીવાલ, જંગપુરા બેઠક પરથી મનીષ સિસોદિયા અને કાલકાજી બેઠક પરથી આતિશી સતત પાછળ ચાલી રહ્યા છે. દિલ્હી કેન્ટથી ભાજપના ભુવન તંવર આગળ ચાલી રહ્યા છે. લક્ષ્મી નગરથી ભાજપના અભય કુમાર વર્મા આગળ ચાલી રહ્યા છે. આદર્શ નગરથી AAPના મુકેશ ગોયલ આગળ ચાલી રહ્યા છે. વઝીરપુર બેઠક પરથી આપના રાજેશ ગુપ્તા આગળ ચાલી રહ્યા છે.
કૈલાશ ગેહલોત અને કપિલ મિશ્રા આગળ
જનકપુરીથી આપ ઉમેદવાર પ્રવીણ કુમાર આગળ ચાલી રહ્યા છે. ભાજપના કપિલ મિશ્રા કરાવલ નગરથી આગળ ચાલી રહ્યા છે. કિરાડીથી આપના અનિલ ઝા આગળ ચાલી રહ્યા છે. નવી દિલ્હીના પ્રવેશ વર્મા સતત આગળ રહી રહ્યા છે. ચાંદની ચોકથી ભાજપના સતીશ જૈન આગળ ચાલી રહ્યા છે. દિલ્હી કેન્ટથી ભાજપના ભુવન તંવર આગળ ચાલી રહ્યા છે. સીલમપુરથી આપના ઝુબૈર અહેમદ આગળ ચાલી રહ્યા છે. તિલક નગરથી આપના જરનૈલ સિંહ આગળ ચાલી રહ્યા છે. બિજવાસનથી કૈલાશ ગેહલોત આગળ ચાલી રહ્યા છે.