સુરતનાં હજીરામાં AMNS કંપનીને કરોડોનો દંડ ફટકારવામાં આવ્યો છે. અનેક રજૂઆતને પગલે કલેક્ટરે મામલતદારને તપાસ કરવા કહ્યું હતું.
સુરતનાં હજુરા ખાતે AMNS કંપનીને 18 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. AMNS કંપનીએ ઘણા સરકારી જમીન ઉપર દબાણ કર્યું હતું. અનેક રજૂઆતને પગલે કલેક્ટરે મામલતદારને તપાસ કરવા કહ્યું હતું. અનેક રજૂઆતને પગલે કલેક્ટરે મામલતદારને તપાસ કરવા કહ્યું હતું. 18 જેટલા કેસ મામલતદાર સામે આવ્યા હતા. 18 માંથી 10 કેસ ચાલી ગયા જે અંતર્ગત કંપનીને 18 કરોડનો દંડ ફટકાર્યો છે.
સુરતનાં હરજીના AMNS કંપનીમાં 31 ડિસેમ્બરનાં રોજ આગ લાગતા અફરા તફરી મચી જવા પામી હતી. આગમાં ચાર કર્મચારીઓનાં મોત નિપજ્યાનાં પણ સમાચાર મળી રહ્યા છે. કોરેક્સ-2 પ્લાન્ટમાં બ્લાસ્ટ થયા પછી આગ લાગી હતી. પ્લાન્ટમાં લિક્વિડ મેટલ બનાવવાની પ્રક્રિયા થાય છે. આગ લીફ્ટ સુધી પહોંચી ગઈ હતી. આગનાં કારણે કર્મચારીઓ લીફ્ટમાં ફસાયા હતા.
સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી
ત્યારે અમુક કર્મચારીઓ ગંભીર રીતે દાઝ્યા છે. ત્યારે દાઝેલા કર્મચારીઓને તાત્કાલીક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. તેમજ હજીરા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. તેમજ આગનો બનાવ બનતા સમગ્ર વિસ્તારમાં દોડઘામ મચી જવા પામી હતી.
પોલીસ દ્વારા એડી દાખલ કરી આગળની તપાસ હાથ ધરી
આ સમગ્ર મામલે પોલીસે જણાવ્યું હતું કે, સુરતનાં હજીરામાં થયેલ બ્લાસ્ટ મામલે મહત્વનાં સમાચાર મળ્યા છે. મટીરીયલ લઈ જતી પાઈપ છૂટી પડી જતા લીફ્ટની સાઈડ ફેંકાયું હતું. લિફ્ટમાં ચાર વ્યક્તિઓ હાજર હતા. જે વ્યક્તિઓ પર મટીરીયલ પડતા તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. જેથી તેઓનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. તેમજ અન્ય કોઈ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા નથી. તેમજ પ્લાન્ટની વિઝીટ કરવામાં આવી છે. ત્યાં કોઈ મળી આવ્યું નથી. તેમજ આ ઘટના સાંજે 5.30 થી 6.30 વાગ્યા આસપાસ બની હતી. કંપની દ્વારા 7.30 આસપાસ પોલીસ કંટ્રોલને જાણ કરવામાં આવી હતી. આ મામલે હાલ અમારી તપાસ ચાલી રહી છે. તેમજ હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા એડી દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.