એક તરફ ટ્રમ્પે પીએમ મોદીને અમેરિકા બોલાવ્યા તો બીજી તરફ ભારતને ચીનની હરોળમાં મૂકી દીધું હોવાનું સામે આવતા સોશિયમ મીડિયામાં આ વાતને લઇ વિવિધ ચર્ચાઓ જાગી હતી.
સોમવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફોન પર વાત કરી હતી. પીએમ મોદીએ આ વાતચીતને લઈને સોશિયલ મીડિયા X પર એક પોસ્ટ પણ કરી છે. ટ્રમ્પે PM મોદીને અમેરિકા આવવાનું આમંત્રણ આપ્યું છે, જે બાદ PM મોદી ફેબ્રુઆરીમાં અમેરિકા જઈ શકે તેમ સૂત્રો જણાવી રહ્યા છે. ફોન કોલ પર ટ્રમ્પે પીએમ મોદી સાથે ભારત સાથે વાજબી વેપાર અંગે વાત કરી હતી.
આવા દેશો પર ટેરિફ લાદશે…
જ્યારે બીજી તરફ ટ્રમ્પે નિવેદન આપ્યુંદેશો પર ટેરિફ લાદશેz હતું કે અમેરિકા એવા દેશો પર ટેરિફ લાદશે જે અમેરિકાને નુકસાન કરે છે. ટ્રમ્પે આ દેશોની યાદીમાં ચીન અને બ્રાઝિલની સાથે ભારતનું નામ પણ સામેલ કર્યું છે. એક તરફ ટ્રમ્પ ભારત સાથેના સંબંધોને મજબૂત કરવાની વાત કરી રહ્યા છે તો બીજી તરફ તેઓ ભારતીય સામાન પર ઊંચા ટેરિફ લાદી રહ્યા છે. ટ્રમ્પના આ નિર્ણયના કારણે લોકોએ ટ્રમ્પને ‘મોઢામાં રામ, બાજુમાં છરી’ કહેવત સાથે સરખાવ્યા હતા.
અમેરિકાને પ્રથમ સ્થાન આપવામાં આવશે
અમે વિદેશી દેશો અને વિદેશી લોકો પર ટેરિફ લાદવા જઈ રહ્યા છીએ જેઓ અમને નુકસાન પહોંચાડવા અને અમારા દેશને વધુ સારું બનાવવા માંગે છે. ટ્રમ્પે સોમવારે ફ્લોરિડામાં એક એકાંતમાં હાઉસ રિપબ્લિકનને કહ્યું હતું. ત્યારે ગયા અઠવાડિયે બીજી ટર્મ માટે રાષ્ટ્રપતિ બન્યા બાદ ટ્રમ્પની આ પ્રથમ રિટ્રિટ હતી.