આજ રોજ એક સજજન વ્યક્તિનો 181મહિલા હેલ્પલાઇન પર ફોન આવેલ જેમાં તેમણે જણાવેલ એક બહેન મળી આવેલ હોવા થી બહેનની મદદ માટે 181 મહિલા હેલ્પલાઇન પર કોલ કરીને મદદ માંગેલ સજજન વ્યક્તિનો કોલ આવતાની સાથે 181 ટીમ બહેનની મદદ માટે રવાના થયેલ
જેમાં સ્થળ પર પહોંચીને સજજન વ્યક્તિનું કાઉન્સિલિંગ કરી તેમની સમસ્યા જાણેલ જેમાં સજજન વ્યક્તિ એ જણાવેલ આ બહેન તેમની પાશે આવેલ અને જણાવેલ તે તેમનું ઘર જવાનું સરનામું ભૂલી ગયા છે જેથી તે રડવા લાગેલ જેમાં બહેનને પોતનું નામ જણાવતાના હોય ઘરના સદસ્યોના નામ યાદના હોય સજ્જન વ્યક્તિ એ જણાવેલ બહેન ગભરાયેલા છે જેમાં ત્રાહિત વ્યક્તિ એ બહેનને પાણી પીવડાવેલ અને ત્યાર બાદ બહેન ની મદદ માટે 181 મહિલા હેલ્પલાઇન પર ફોન કરેલ…
જેમાં 181 ટીમ એ સ્થળ પર બહેન ને આશ્વાશન આપેલ જેમાં બહેન એ જણાવેલ તે આજ રોજ મજૂરી કામ નું પૂછવા માટે આવેલા અને દુકાને પૈસા દેવા માટે આવેલ ઘરે કહી ને આવેલા કે તે મજૂરી કામ નું પૂછવા માટે બહાર જાય છે જેમાં બહેન એ જણાવેલ તે આજ રોજ 4 વાગ્યા ના ભૂલા પળી ગયેલા જેમાં બહેન એ જણાવેલ તેમને તેમના પતિ નું નામ યાદ નથી ક્યાં વિસ્તાર મા તે રહે છે એ પણ યાદ નથી જેમાં બહેન રડવા લાગેલા જેમાં 181 ટીમ એ બહેન ને શાંત કરેલ આશ્વાશન આપેલ જેમાં બહેન એ જણાવેલ તે કાલાવાડ રોડ પર રહે છે જેમાં બહેન એ જણાવેલ તે સ્વામી નારાયણ મંદિર પાસે રહે છે જેથી તે જગ્યા પર ગયેલા જેમાં બહેન એ જણાવેલ તેમને સરખું સરનામું યાદ નથી ત્યાર બાદ બહેન એ જણાવેલ તે એ.જી ચોક બાજુ કટ્ટારિયા ચોકડી થી આગળ રહે છે જેથી બહેન એ જણાવ્યા મુજબ તે બાજુ ગયેલા જેમાં બહેન નું ઘર મળી ગયેલ જેથી બહેન ખુશ થઈ ગયેલા બહેન ના પતિ અને દીકરાને મળેલ જેમાં બહેન ના પતિ એ જણાવેલ કામ નું પૂછવા માટે તેમના પત્ની ગયેલા હતા જેમાં તેમના પત્ની ની યાદ શક્તિ ઓછી છે મગજ બરાબર કામ નથી કરતો જેથી સરનામું ભૂલી ગયા હશે જેમાં બહેન ના પતિ ને અને દીકરા ને સમજાવેલ અને 181 ટીમ એ બહેન ને એક કાગળ મા તેમનું પૂરું નામ, દીકરા નું નામ,પતિ નું નામ ઘરનું સરનામું અને ભાઈ ના ઘરના તથા દીકરી ના નંબર લખી આપેલ અને દીકરી સાથે અને બહેન ના ભાઈ સાથે ફોન પર વાત કરેલ જેમાં બહેન ના પરિવાર જનો એ બહેન ને સુરક્ષિત રીતે ઘરે પહોંચાડેલ હોવા થી 181 ટીમ નો આભાર વ્યક્ત કરેલ…