હાલમાં જ્યારે ટ્રપે સત્તા સંભાળી છે ત્યારે ગેરકાયદે અમેરિકામાં રહેતા ઇમિગ્રન્ટ્સને શોધવા માટે અમેરિકાની પોલીસ ગુરુદ્વારા પહોંચી હતી.
ટ્રમ્પે સત્તા સંભાળ્યા બાદ અમેરિકામાં રહેતા ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ મુશ્કેલીમાં મુકાયા છે. યુ.એસ.માં ગેરકાયદેસર વસાહતીઓને સતત શોધીને દેશનિકાલ કરવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં, હવે અમેરિકન પોલીસે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને શોધવા માટે ગુરુદ્વારામાં પ્રવેશ કરવાનું શરૂ કર્યું છે. શીખ સંગઠનો આનો વિરોધ કરી રહ્યા છે.
ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ
યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીના પોલીસકર્મીઓએ ન્યૂયોર્ક અને ન્યૂ જર્સીના ગુરુદ્વારાઓની તપાસ કરી અને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ વિશે માહિતી એકઠી કરી. ન્યૂઝ એજન્સી અનુસાર એવું માનવામાં આવે છે કે ન્યૂયોર્ક અને ન્યૂ જર્સીના કેટલાક ગુરુદ્વારાનો ઉપયોગ શીખ અલગતાવાદીઓ અને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ દ્વારા કરવામાં આવ્યો છે.
યુએસ પોલીસ (હોમલેન્ડ સિક્યોરિટી)ના પ્રવક્તાએ કહ્યું કે ધરપકડથી બચવા માટે હવે ગુનેગારો અમેરિકાની શાળાઓ અને ચર્ચોમાં પણ છુપાઈ શકશે નહીં. ટ્રમ્પ વહીવટીતંત્ર અમેરિકાના બહાદુર કાયદા અમલીકરણ અધિકારીઓના હાથ બાંધશે નહીં, પરંતુ તેમની કાર્યવાહીમાં વિશ્વાસ વ્યક્ત કરશે. અમેરિકન પોલીસની આ કાર્યવાહી પર નારાજગી વ્યક્ત કરતા શીખ અમેરિકન લીગલ ડિફેન્સ એન્ડ એજ્યુકેશન ફંડ (SALDF) એ માર્ગદર્શિકાને રદ કરવા પર ચિંતા વ્યક્ત કરી હતી જેમાં ધાર્મિક સ્થળો જેવા સંવેદનશીલ વિસ્તારોની ઓળખ કરવામાં આવી છે. વાસ્તવમાં, અગાઉ આ સ્થળોએ આવી કાર્યવાહી પર પ્રતિબંધ હતો.