આજે ગુજરાતથી પ્રયાગરાજ જવા ST બસની સુવિધા શરૂ કરવામાં આવી છે. જેની પ્રથમ બસનું મુખ્યમંત્રીના હસ્તે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.
ગુજરાતવાસીઓ સરળતાથી મહાકુંભના દર્શન કરી શકે તેને લઇ ગુજરાત સરકાર દ્વારા સુવિધા ઉભી કરવામાં આવી હતી. ત્યારે આ બસ સુવિધાનું મુખ્યમંત્રીએ પ્રસ્થાન કરાવ્યું છે. ત્યારે 26 ફેબ્રુઆરી સુધીના તમામ બુકિંગ ફૂલ થઇ ગયા હતા.
ગુજરાતના શ્રધ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી માટે રાજ્ય સરકારનો સકારાત્મક નિર્ણય કર્યો હતો. ગુજરાતથી દરરોજ એક AC વોલ્વો બસ પ્રયાગરાજ માટે ઉપડશે. જેમાં 3 રાત્રિ / 4 દિવસનું પેકેજ, પ્રતિ વ્યક્તિ પેકેજ માત્ર રૂ. 8,100 છે. અમદાવાદથી પ્રયાગરાજ બસનું બુકિંગ શરૂ થયા બાદ હવે મોટા સમાચાર સામે આવ્યા હતા. જેમાં 26 ફેબ્રુઆરી સુધી 95 ટકા ટિકિટનું બુકિંગ નોંધાયું છે. ત્યારે તારીખ 27 જાન્યુઆરીથી 7 વાગ્યે ગીતા મંદિર એસ.ટી ડેપો, અમદાવાદ ખાતેથી દરરોજ એક એસી વોલ્વો બસ પ્રયાગરાજ જવા નિકળશે.
અમદાવાદથી પ્રયાગરાજ મહાકુંભની ટિકીટો બુક
અમદાવાદથી પ્રયાગરાજ મહાકુંભની ટિકીટો બુકિંગ થઇ રહી છે. જેમાં 26 ફેબ્રુઆરી સુધી 95 ટકા ટિકીટોની બુંકિગ થઈ ચૂકી છે. નોંધનિય છે કે, શહેરીજનો બસ મારફતે પ્રયાગરાજ મહાકુંભમાં જઇ શકશે. પહેલી બસ ગાંધીનગર સર્કિટ હાઉસથી ઉપડશે અને બાદમાં દરરોજ એક બસ સવારે 7 વાગ્યે રાણીપ બસ સ્ટેન્ડથી ઉપડશે. વિગતો મુજબ એક બસમાં 47 મુસાફરની કેપેસિટી છે. મહત્વનું છે કે, પેકેજમાં મુસાફરી અને રોકાણનો ચાર્જ રહેશે અને અન્ય ચાર્જ મુસાફરોએ ખર્ચ કરવો પડશે.