જુનાગઢ : ગુજકોમાસોલના અધિકારી નરેન્દ્રસિંહ પરમાર ધારાસભ્ય અરવિંદ લાડાણી સામે બદનક્ષીનો દાવો કરશે, હવે જાણો શું કહ્યુ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ?
જુનાગઢ : માણાવદરના BJPના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ટેકાના ભાવે ખરીદાતી મગફળીમાં ગેરરીતિનો મોટો આરોપ લગાવ્યો છે. અરવિંદ લાડાણીએ ગુજકોમાસોલના ડિરેક્ટરની કામગીરી પર સવાલ ઉઠાવતા હડકંપ મચી ગયો છે. આ તરફ હવે સામે આવ્યું છે કે, ગુજકોમાસોલના અધિકારી નરેન્દ્રસિંહ પરમાર ધારાસભ્ય અરવિંદ લાડાણી સામે બદનક્ષીનો દાવો કરશે. નોંધનિય છે કે, અરવિંદ લાડાણીએ આક્ષેપ કર્યો હતો કે, ડિરેક્ટરના સગાની મંડળીને મોટો લાભ મળી રહ્યો છે તો જુનાગઢ જિલ્લામાં મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે.
જુનાગઢના માણાવદરમાં મગફળીની ખરીદીમાં ગેરરીતિનો આક્ષેપ ચર્ચાનો વિષય બન્યો છે. આ મામલે ધારાસભ્ય અરવિંદ લાડાણી સામે 1 કરોડનો બદનક્ષીનો દાવો કરવામાં આવી શકે છે. વાસ્તવમાં માણાવદરના BJPના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ગુજકોમાસોલના અધિકારીનરેન્દ્રસિંહ પરમારના નામ સાથે આક્ષેપ કર્યા હતા. જેમાં મગફળી ખરીદીમાં મનસ્વી વર્તનના આરોપ લગાવ્યા હતા. આ તરફ ગુજકોમાસોલના અધિકારી નરેન્દ્રસિંહ પરમાર 1 કરોડનો દાવો કરશે તેવી વાત સામે આવ્યા બાદ અરવિંદ લાડાણીએ કહ્યું કે, લોકશાહીમાં તમામને અધિકાર છે.