મહારાષ્ટ્રના જલગાંવમાં પુષ્પક એક્સપ્રેસમાં આગ લાગી હોવાની અફવા ફેલાતા જીવ બચાવવા ટ્રેનમાંથી 5થી વધુ લોકો કૂદી જતા મોત
મહારાષ્ટ્રના જલગાંવમાં મોટી દુર્ઘટના ઘટી છે. પુષ્પક એક્સપ્રેસમાં આગ લાગી હોવાની અફવા ફેલાતા જીવ બચાવવા ટ્રેનમાંથી 5થી વધુ લોકો કૂદી જતા મોત થયા છે. ટ્રેનમાંથી કૂદનાર લોકો સામેથી આવતી ટ્રેન સાથે અથડાયા હતી જેમાં તેમનુ કમકમાટી ભર્યુ મોત થયું છે. આ દુર્ઘટના જલગાંવ પરાડા સ્ટેશન પાસે બની છે
5થી વધુ લોકોના મોત
મહારાષ્ટ્રના જલગાંવના પરાડા રેલવે સ્ટેશન પર એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. મળતી માહિતી મુજબ પુષ્પક એક્સપ્રેસમાં આગ લાગવાની અફવા ફેલાઈ હતી. જે પછી ઘણા લોકો ટ્રેનમાંથી કૂદી પડ્યા હતા. આ અકસ્માતમાં 5થી વધુની જાનહાનિ થઈ છે. ટ્રેનમાં આગ લાગવાની અફવાને કારણે જલગાંવથી 20 કિમી દૂર પુષ્પક એક્સપ્રેસના કેટલાક મુસાફરોએ ટ્રેનમાંથી છલાંગ લગાવી દીધી હતી. હજુ સુધી કેટલા મુસાફરોના મોત થયા છે તે સ્પષ્ટ થયું નથી.
પૈડાંમાંથી ધુમાડો નીકળ્યાની ચર્ચા
પુષ્પક એક્સપ્રેસ લખનૌથી મુંબઈ જઈ રહી હતી. અહેવાલો અનુસાર પુષ્પક એક્સપ્રેસના પૈડાંમાંથી ધુમાડો નીકળતો હતો. જ્યારે બ્રેક લગાવવામાં આવી હતી. જેના કારણે ટ્રેનમાં આગ લાગવાની અફવા મુસાફરોમાં ફેલાઈ ગઈ હતી. જે પછી કેટલાક મુસાફરો ડબ્બામાંથી કૂદી પડ્યા હતા. ઘટના અંગે રેલવે અધિકારીઓએ પુષ્ટિ કરી છે. મધ્ય રેલવેના ભુસાવલ ડિવિઝનના સૂત્રોએ જણાવ્યું હતું કે જે જગ્યાએ આ ઘટના બની હતી ત્યાં એક મોટો વળાંક હતો, જેના કારણે ટ્રેક પર બેઠેલા મુસાફરોને ટ્રેનની ઝડપ અને સામેથી આવતી ટ્રેનનો અંદોજ ન હતો