કેન્દ્ર સરકાર દ્વારા 8મા પગાર પંચની મંજૂરી આપવામાં આવ્યાં બાદ કર્મચારીઓનો પગાર કેટલો વધી જશે તેની સંપૂર્ણ માહિતી અહીં આપવામાં આવી છે.
મોદી સરકારે કર્મચારીઓની વર્ષો જુની માગ પૂરી કરતાં 8મા પગાર પંચને મંજૂરી આપી છે. 2026થી 8મું પગાર પંચ લાગુ પડશે. 8મા પગાર પંચનો લાભ 48.67 લાખ કર્મચારીઓ અને 67.95 લાખ પેન્શનધારકોને થશે.
પગારમાં કેટલો વધારો
ફિટમેટ ફેક્ટરમાં વધારો થતાં કર્મચારીઓના બેસિક પગારમાં મોટો જંપ આવશે. 2016માં જ્યારે મોદી સરકારના કાર્યકાળમાં 7મું પગારપંચ લાગુ કરવામાં આવ્યું ત્યારે બેસિક સેલેરી 7000થી વધીને 18000 થઈ ગઈ હતી, તે વખતે 2.57 ટકા ફિટમેન્ટ ફેક્ટર (મોઁઘવારી આને આધારે નક્કી થાય છે) નક્કી કરાયું હતું એટલે 2.57 ગુણ્યા 18000, આમ સેલેરી વધીને 45,000ની આસપાસ થઈ. પરંતુ હવે જો આઠમા પગાર પંચનું ફિટમેન્ટ ફેક્ટર 2.67 ટકાથી વધારીને 2.86 ટકા કરવામા આવે તો બેસિક પગાર 18000થી વધીને 51,800 થઈ શકે અને પેન્શનધારકો માટે પેન્શન 9000 રૂપિયા પ્રતિ માસથી વધીને 25740 થઈ શકે.
7મા કમિશન હેઠળ પગારની ગણતરી
વર્ષ: 2016
લઘુત્તમ પગાર: રૂ. 18,000 પ્રતિ મહિને
મહત્તમ પગાર: રૂ. 2.5 લાખ પ્રતિ મહિને (કેબિનેટ સચિવ માટે)
ફિટમેન્ટ ફેક્ટર : બેસિક સેલેરીના 2.57 ગણા
ભથ્થાં: HRA અને અન્ય ભથ્થાં વત્તા
મોદી સરકારે આપી 8મા પગાર પંચને મંજૂરી
કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા ગુડ ન્યૂઝ આવ્યાં છે. સરકારે કર્મચારીઓ અને પેન્શનધારકો માટે 8મા પગાર પંચને મંજૂરી આપી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે એવા સમયે આઠમા પગાર પંચની રચના કરવાનો નિર્ણય લીધો છે જ્યારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોનું મોંઘવારી ભથ્થું 53 ટકા થઈ ગયું છે. કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો લાંબા સમયથી આ રાહતની અપેક્ષા રાખતા હતા, જેને આશા આખરે ફળી છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી કર્મચારીઓના પગાર અને પેન્શનધારકોના પેન્શનમાં વધારો થશે. લાભ લેનારા લોકોની સંખ્યા એક કરોડથી વધુ છે. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે 8મા પગાર પંચની રચના કરવાનો નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યો હતો. 7મા પગાર પંચની રચના 2016માં કરવામાં આવી હતી અને તેનો કાર્યકાળ 2026માં સમાપ્ત થશે. વૈષ્ણવે વધુમાં જણાવ્યું હતું કે ટૂંક સમયમાં કમિશનના અધ્યક્ષ અને બે સભ્યોની નિમણૂક કરવામાં આવશે
2026 સુધી રિપોર્ટ સોંપશે
8મું પગાર પંચ 2026 સુધી પોતાનો રિપોર્ટ સોંપી દેશે. 7મા પગાર પંચની રચના 2016માં કરવામાં આવી હતી અને તેનો કાર્યકાળ 2026માં પૂરો થશે.