અમદાવાદમાં ઉત્તરાયણના દિવસે ગત વર્ષની સરખામણીએ 108 ઈમરજન્સીમાં 470 કોલ વધુ નોંધાયા હતા. જેમાં દોરીથી ઈજાગ્રસ્ત થવા સહિતની વિવિધ ઘટનાઓના ઈમરજન્સી કોલ આવ્યા હતા.
ઉત્તરાયણના પર્વનું ખૂબ જ મહત્વ રહેલું છે. દાન પુણ્ય સાથે આ પર્વનો અંદર આનંદ ઉલ્લાસ અનેરો હોય છે. પરંતુ આ તહેવાર દરમિયાન અનેક એવા બનાવો બને છે કે જેના લીધી અનેક માનવ જિંદગીને નુકસાન થાય છે. ઉતરાયણના પર્વ દરમિયાન વાહન અકસ્માત અને પતંગની દોરીના કારણે ગળામાં ઇજા, ધાબા પરથી પડવાના તેમજ મારામારીના બનાવો બનતા હોય છે. ત્યારે ગતરોજ પણ ઇમરજન્સીના કોલ 108ને મળ્યા હતા. જેમાં ઉત્તરાયણના તહેવારને પગલે ઈમરજન્સી સેવાઓના 470 કોલ મળ્યા હતા.
સૌથી વધુ ઇમરજન્સીના કેસો આ જિલ્લામાંથી
ઉત્તરાયણમાં ઇમર્જન્સી કેસમાં વધારો થાય છે. ત્યારે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે સૌથી વધુ ઇમરજન્સીના કેસો અમદાવાદ, સુરત, રાજકોટ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, અરવલ્લી, નવસારી અને પંચમહાલ જેવા શહેરોમાં નોંધાતા હોય છે. ત્યારે આ વખતે 800 રોડ એબ્યુલન્સ, 2 બોટ, અને 1 એર એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રહેશે. આ વર્ષે સુરત,વડોદરા અને રાજકોટમાં ઈમરજન્સીના કેસની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો.
ઇમર્જન્સી કેસમાં 30 ટકા વધારાનું અનુમાન
ઉત્તરાયણના પર્વ દરમિયાન ઇમર્જન્સી કેસમાં 30 ટકા વધારો થવાનો અનુમાન હોવાનું ટીમે જણાવ્યું હતું. આ પર્વ દરમિયાન દોરીથી ગળા કપાવવાની, અકસ્માત થવાની શકયતાઓને અંગે EMRIની તૈયારી કરી હતી. જેમાં ઉત્તરાયણના દિવસે 108 ઈમરજન્સીમાં 4 હજાર 947 કોલ નોંધાયા હોવાની માહિતી મળી હતી.