Uttarayan 2025 : ગૃહમંત્રી અમિત શાહ પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરશે તો મેમનગરમાં કાર્યકર્તાઓ સાથે મળીને પતંગ ઉડાવશે, જાણો સમગ્ર શિડ્યુલ
Uttarayan 2025 : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવશે. વિગતો મુજબ અમિત શાહ આજથી આજથી 3 દિવસના પ્રવાસે આવશે. આ ત્રણ દિવસ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરશે. આ સાથે વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે. નોંધનિય છે કે, ગૃહમંત્રી લગભગ દર ઉત્તરાયણના દિવસે અમદાવાદ આવતા હોય છે અને પોતાના પરિવાર અને કાર્યકરો સાથે ઉત્તરાયણની ઉજવણી કરતાં હોય છે.
મેમનગરમાં કાર્યકર્તાઓ સાથે મળીને પતંગ ઉડાવશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાત આવનાર છે. 3 દિવસીય પ્રવાસ દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે તો અમિત શાહ પરિવાર સાથે પણ મકરસંક્રાંતિની ઉજવણી કરશે. આ સાથે આવતીકાલે મેમનગરમાં કાર્યકર્તાઓ સાથે મળીને પતંગ ઉડાવશે અને 15 જાન્યુઆરીએ ગોલથરા ગામની મુલાકાત લેશે. મહત્વનું છે કે, ગોલથરામાં સરકારી યોજનાના લાભાર્થી કેમ્પની મુલાકાત લેશે.
કેન્દ્રીય ગૃહમંત્રી પોતાની ત્રણ દિવસની ગુજરાત મુલાકાત દરમિયાન નારદીપુરમાં ભજન મંડળીઓને સાધન-સામગ્રીનું વિતરણ કરશે. આ સાથે નારદીપુરમાં આર.જે.પટેલ અન્નક્ષેત્રની પણ મુલાકાત લેશે. અમિત શાહ કલોલમાં નવા ઓડિટોરિયમનું લોકાર્પણ કરશે તો કાર્યક્રમ પછી કલોલમાં જાહેર સભામાં સંબોધન કરશે. આ સાથે અમદાવાદ-મહેસાણા હાઈવે અને સઈજ ગામને જોડતા અંડરપાસનું લોકાર્પણ કરશે.