અમેરિકામાંથી સુરતના ઉદ્યોગપતિની ધરપકડ કરવામાં આવી હતી. ભારતમાંથી અમેરિકામાં કેમિકલ સપ્લાય કરવા બાબતે અમેરિકાની એજન્સી દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
અમેરિકાના ન્યૂયોર્કમાં સુરતના ઉદ્યોગપતિની ધરપકડ થયાના સમાચાર સામે આવ્યા હતા. જેમાં પ્રતિબંધિત ફેન્ટાનાઈલ કેમિકલ મામલે સુરતના ઉદ્યોગપતિની ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટનામાં ભાવેશ પટેલ ઉર્ફે ભાવેશ લાઠીયાની ન્યુયોર્કમાં ધરપકડ કરવામાં આવી હતી.
સુરતમાં રેકસટર કેમિકલના સ્થાપક
મળતી માહિતી મુજબ ભાવેશ લાઠીયા ભારતમાંથી અમેરિકામાં કેમિકલ સપ્લાય કરતો હતો. ભાવેશ લાઠીયા ભારતથી વિટામીન સી ની આડમાં કેમિકલ સપ્લાય કરતો હતો. ભાવેશ લાઠીયા સુરતમાં રેકસટર કેમિકલના સ્થાપક છે. જેમાં એક કેમિકલ કંપનીના ભૂતપૂર્વ ડિરેક્ટર હોવાની વિગતો સામે આવી છે. ત્યારે અમેરિકાની હોમલેન્ડ સિક્યુરિટી ઇન્વેસ્ટિગેશન દ્વારા ભાવેશ લાઠીયાની ધરપકડ કરવામાં આવી હતી. ભાવિશ લાઠિયા દ્વારા વિટામીન સી ના સપ્લીમેન્ટ પર ખોટા લેબલ લગાડી કેમિકલ ઘુસાડવામાં આવતું હતું.
શું છે આ કેમિકલ
મળતી માહિતી મુજબ સપ્લાય કરેલું કેમિકલ હેરોઈન કરતા 50 ગણું શક્તિશાળી, મોરફીન કરતા 100 ગણું વધુ શક્તિશાળી હોવાની વિગતો સામે આવી છે. ત્યારે લઠિયાની 4 જાન્યુઆરીએ ન્યૂયોર્ક સિટીમાં ધરપકડ કરવામાં આવી હતી. જોકે હાલ ન્યુયોર્ક ણી કોર્ટમાં સુનાવણી ચાલે છે, જો તે દોષિત સાબિત થાય છે, તો તેને મહત્તમ 53 વર્ષની જેલની સજા થઈ શકે છે.