January 9, 2025 8:53 am

HMPV વાયરસ મામલે અમદાવાદની આ હોસ્પિટલને તંત્રની નોટિસ, કહ્યું ‘ખુલાસો કરવો પડશે

ગુજરાતમાં HMPW વાયરસનો એક્ટિવ કેસ આવતા તંત્ર સતર્ક બની જવા પામ્યું છે. હેલ્થ વિભાગે અમદાવાદની હોસ્પિટલને વાયરસનાં કેસ અંગે કેમ જાણ ન કરી તે બાબતે નોટિસ ફટકારી ખુલાસો કરવા કહ્યું છે.

ગુજરાતમાં HMPV વાયરસનો એક્ટિવ કેસ આવતા તંત્ર સતર્ક બની જવા પામ્યું છે. અમદાવાદ મહાનગર પાલિકાએ ઓરેન્જ હોસ્પિટલને નોટિસ ફટકારી છે. તેમજ 26 ડિસેમ્બરે વાયરસનાં કેસ અંગે જાણ ન કરતા કાર્યવાહી હાથ ધરી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનનાં હેલ્થ વિભાગ દ્વારા હોસ્પિટલ સંચાલકને ખુલાસો કરવા માટે નોટિસ ફટકારી છે. તેમજ મહાનગર પાલિકાનાં હેલ્થ વિભાગને જાણ કેમ ન કરી તેને લઈને સવાલ ઉભા થયા છે.

રિપોર્ટ બાબતે તપાસ શરૂ કરી

આરોગ્ય વિભાગે હોસ્પિટલ પાસેથી માહિતી એકત્ર કરી રિપોર્ટ બાબતે તપાસ શરૂ કરી છે. ત્યારે આ ઘટનામા આરોગ્ય અધિકારી ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે ચાઇનાનો જ વેરિયન્ટ છે કે નહીં તે અંગે તપાસ કરવામાં આવશે. ઉપરાંત વાયરસ 2001 થી છે એટલે લોકોએ ચિંતા કરવાની જરૂર નથી. વાયરસને લઈ આગામી દિવસોમાં ટેસ્ટિંગની પ્રક્રિયા શરૂ થશે.

ગુજરાત સરકાર HMPVનો કેસ નોંધાતા સતર્ક

ગુજરાત સરકાર HMPV નો કેસ નોંધાતા સતર્ક બની છે. તેમજ વિદેશથી આવનારા લોકો માટે એડવાઈઝરી જાહેર કરી છે. હોસ્પિટલોને RTPCR ટેસ્ટ કીટ ખરીદવા સૂચના પણ આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને ગાઈડ લાઈન આપશે. તેમજ રાજ્ય સરકારે ટેસ્ટિંગ કીટ ખરીદવાની મંજૂરી આપી છે.

HMPV વાયરસના લક્ષણો

  • બાળકો અને વૃદ્ધો આ વાયરસથી સૌથી વધુ પ્રભાવિત થઈ શકે છે.
  • આમાં, શ્વસન અને ફેફસાની નળીઓમાં ચેપ થાય છે, જેના કારણે ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે.
  • આ સિવાય ગળામાં દુખાવો, માથાનો દુખાવો, ઉધરસ, તાવ, શરદી અને થાક પણ છે.

 

આ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ

  • કોઈપણ ચેપગ્રસ્ત વ્યક્તિથી દૂર રહેવું અથવા માસ્કનો ઉપયોગ કરવો વધુ સારું છે.
  • સાબુથી નિયમિતપણે તમારા હાથ ધોવા. ઉધરસ ખાતી વખતે કે છીંકતી વખતે મોં ઢાંકો.
  • તમારી કોણીના આવરણ હેઠળ અન્ય લોકોથી દૂર જઇને ઉધરસ કે છીંક ખાઓ,
  • ઉધરસ કે છીંક ખાતી વખતે મોં આડે હાથ રાખ્યો હોય તો હાથ તુરંત સેનેટાઇઝ કરો

મેટાન્યુમો વાઈરસ (HMPV) વિશે જાણવા જેવી બાબતો

  • મેટાન્યુમો વાઈરસ (HMPV) અન્ય શ્વસન વાયરસ જેવો જ વાયરસ છે.
  • વર્ષ 2001થી આ વાઈરસની ઓળખ થયેલ છે.
  • આ વાઈરસ શિયાળાની ઋતુ દરમિયાન ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોમાં દેખાય છે અને તેના લક્ષણોમાં સામાન્ય શરદી અને ફલુનો સમાવેશ થાય છે.

મેટાન્યુમોવાઈરસ (HMPV)ના લક્ષણો દેખાય તો શું કરવું (Do’s) ?

  • જ્યારે ઉધરસ અથવા છીંક આવે ત્યારે મોઢું અને નાકને રૂમાલ અથવા ટિસ્યુથી ઢાંકવું.
  • નિયમિત રીતે હાથ સાબુ અને પાણીથી ધોવાં કે સેનેટાઈઝરનો ઉપયોગ કરવો.
  • ભીડભાડવાળા સ્થળોથી દૂ૨ રહેવું અને ફલૂથી પીડિત વ્યક્તિઓથી ઓછામાં ઓછું એક હાથનું અંતર રાખવું.
  • તાવ, ઉધરસ કે છીંક આવે છે તો જાહેર સ્થળો પર જવાનું ટાળવું.
  • વધુ પાણી પીવું અને પૌષ્ટિક ખોરાક ખાવો.
  • પ્રબળ પ્રતિરોધક શક્તિ માટે પૂરતી ઊંઘ લેવી.
  • બીમારીઓ ફેલાતી અટકાવવા માટે યોગ્ય વેન્ટિલેશન વાળા વાતાવરણમાં રહેવું.
  • શ્વસનને લગતા લક્ષણો જણાય તો ઘરમાં જ રહેવું, બીજાઓ સાથે સંપર્ક મર્યાદિત કરવો અને તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો

વાયરસના ફેલાય એ માટે શું કરવું ?

  • આવશ્યક ના હોય તો આંખ, નાક કે મોઢાને સ્પર્શ ક૨વો નહિ.
  • ચેપ ગ્રસ્ત વ્યક્તિએ વ્યક્તિગત ચીજવસ્તુઓ જેમ કે ટુવાલ, રૂમાલ અથવા અન્ય વાસણો બીજા વ્યક્તિના સંપર્કમાં કે ઉપયોગમાં ના આવે તેનું ધ્યાન રાખવું.
  • જાતે દવા લેવાનું ટાળવું, લક્ષણોમાં વધારો દેખાય તો આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો.

Leave a Comment

Digital Griot

it companies madurai
top 10 blanket company in india
advantages and disadvantages of computer
digital marketing bio for instagram copy and paste
top 10 profitable business in kolkata
world best business opportunity in network marketing
sanskrit bio for instagram attitude
top 10 lift company in india
Social Bookmarking Sites
article submission sites
ppt submission sites

READ MORE

READ MORE