CM Bhupendra Patel : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (C M Bhupendra Patel ) પોતાના નિખાલન સ્વભાવને માટે પણ જાણીતા છે. ઘણી વાર તેમનો આ નિખાલસ સ્વભાવ જોવા મળતો હોય છે ત્યારે આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ CM ભૂપેન્દ્ર પટેલે બાસ્કેટ બોલ રમતા જોવા મળ્યા હતા.
ભાવનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર્ પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) બાસ્કેટ બોલ પર હાથ અજમાવ્યો હતો. જો કે, ગૃહમંત્રીએ બે વખત પ્રયાસ કર્યો પરંતુ સફળ થયા નહીં થયા ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રથમ પ્રયાસમાં જ પોઇન્ટ મેળવીને બધાને ચોંકાવી દીધા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉતર્યા બાસ્કેટ બોલના મેદાનમાં
મળતી માહિતી મુજબ ગઈ કાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાવનગર શહેર સ્થિત સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા પુરૂષો અને મહિલાઓ માટે 74મી સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપનું ઉદ્ધાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું, આ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા,ત્યારે પ્રથમ દિવસના ઓપનિંગમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર્ પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ બાસ્કેટ બોલ પર હાથ અજમાવ્યો હતો જેમાં CM ભૂપેન્દ્ર પટેલે પ્રથમ પ્રયાસમાં જ ગોલ કરી દીધો હતો જ્યારે રાજ્યના ગૃહમંત્રીએ બે વખત પ્રયાસ કર્યો પરંતુ સફળ થયા નહોતા જે બાદ મુખ્યમંત્રીએ ગોલ કરતા ફરી એક વાર ગૃહમંત્રીએ પ્રયાસ કરતા તેઓ સફળ થયા હતા.
12 જાન્યુઆરી સુધી યોજાશે ચેમ્પિયનશિપ
જાણકારી મુજબ 5 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અલગ-અલગ રાજ્યની ટીમોએ ભાગ લીધો છે. ભાવનગર શહેરના સિદસર રોડપર આવેલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે યોજાનાર નેશનલ બાસ્કેટબોલ ટુર્નામેન્ટ મા અત્યાર સુધીમાં 31 પુરૂષ અને 28 મહિલા ટીમોએ તેમની સહભાગી થઈ છે, આ નેશનલ બાસ્કેટબોલ, ચેમ્પિયનશિપ લીગ કમ નોકઆઉટ ધોરણે રમાશે. ગયા વર્ષના રેન્કિંગ મુજબ ટોચની દસ ટીમોને 5 ટીમોના 2 જૂથો (ગ્રુપ A અને ગ્રુપ B)માં વહેંચવામાં આવશે. બાકીની ટીમોને 4 ગ્રૂપમાં વિભાજિત કરવામાં આવી છે (ગ્રુપ C, ગ્રૂપ ડી. ગ્રૂપ ઇ અને ગ્રૂપ એફ) ગ્રૂપ A અને ગ્રૂપ બીમાંથી દરેક ચાર ટીમો નોક આઉટ સ્ટેજ માટે ક્વોલિફાય થશે જ્યારે નીચલા ગ્રૂપમાંથી બે ટોચની ટીમો નોક આઉટ સ્ટેજ માટે ક્વોલિફાય થશે. કુલ 10 ટીમો નોકઆઉટ સ્ટેજ માટે ક્વોલિફાય થશે. આઠ દિવસની ટુર્ની દરમિયાન લગભગ 170 મેચો રમાશે.