તમિલનાડુ (Tamil Nadu) માં ફરી એકવાર ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ (Firecracker Factory Explosion) ની ઘટના સામે આવી છે. આ ઘટના રાજ્યના વિરુધુનગરના સત્તુર વિસ્તારમાં બની છે. આ દુર્ઘટનામાં છ લોકોના મોત થયા છે.
Tamil Nadu News: તમિલનાડુ (Tamil Nadu) માં ફરી એકવાર ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ (Firecracker Factory Explosion) ની ઘટના સામે આવી છે. રાજ્યના વિરુધુનગર જિલ્લાના સત્તુર વિસ્તારમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો છે. ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં છ લોકોના મોત થયા છે. માર્યા ગયેલાઓમાં ફેક્ટરીના જ છ કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ દુર્ઘટનામાં અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફેક્ટરીમાં ચાર રૂમ હતા, જે બ્લાસ્ટ બાદ ધ્વસ્ત થઈ ગયા. માહિતી મળ્યા બાદ ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી અને કેટલાક ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરાવ્યા. બ્લાસ્ટ થવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે શોર્ટ સર્કિટના કારણે આ ઘટના બની.
તમિલનાડુ (Tamil Nadu) ના વિરુધુનગર જિલ્લામાં ફટાકડાની ઘણી ફેક્ટરીઓ છે અને અહીં અનેક અકસ્માતો થયા છે. ગયા વર્ષે અકસ્માત બાદ મુખ્યમંત્રી એમકે સ્ટાલિને ફટાકડાની ફેક્ટરીઓમાં સલામતી નિયમોની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો. તેમ છતાં દુર્ઘટનાઓ અટકી રહી નથી.
તેલંગાણામાં પણ ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ
તેલંગાણાના યદાદ્રી-ભુવનગિરી જિલ્લામાં શનિવારે એક ફેક્ટરીમાં વિસ્ફોટ (Firecracker Factory Explosion) થતાં એક વ્યક્તિનું મોત થઈ ગયું અને અન્ય એક ઘાયલ થઈ ગયો. પોલીસે આ માહિતી આપી. પોલીસે જણાવ્યું કે ઘાયલ વ્યક્તિની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તેની હાલત સ્થિર છે. પ્રાથમિક માહિતી અનુસાર બ્લાસ્ટ એ ફેક્ટરીમાં થયો છે જ્યાં વિસ્ફોટક સામગ્રી બનાવવામાં આવે છે.