નબળા પરિબળોને અલગ તારવી, પ્રાથમિકતા આપીને ફોલોઅપ લેતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી નવનાથ ગ્વહાણે
રાજકોટ તા. ૦૩ જાન્યુઆરી – ગુજરાત રાજ્યમાં ‘મુખ્યમંત્રી ડેશબોર્ડ’ એ સીધી નાગરિકો સાથે જોડતી, ટેકનોલોજી આધારીત સંકલિત વ્યવસ્થા છે. જેમાં સરકારના વિવિધ વિભાગો જેવા કે પંચાયત, રૂરલ હાઉસીંગ એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, આરોગ્ય, કૃષિ, મહિલા અને બાળ વિકાસ, માર્ગ અને મકાન, શિક્ષણ વગેરેના ૭૦ K.P.I. (નો પર્ફોર્મન્સ ઇન્ડીકેટર)નો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં વડી કચેરીએથી જિલ્લા અને તાલુકાની કચેરી અંતર્ગત કાર્યરત જનહિતકારી યોજનાઓ-સેવાઓની સતત અને સીધી સમીક્ષા કરવામાં આવે છે. ત્યારે તા. ૦૨ જાન્યુઆરીની સ્થિતિએ સી.એમ. ડેશબોર્ડની કામગીરીમાં, સમગ્ર રાજ્યમાં રાજકોટ જિલ્લો પ્રથમ ક્રમે આવેલો છે.
રાજકોટ જિલ્લા વિકાસ અધિકારીશ્રી નવનાથ ગ્વહાણે દ્વારા દરરોજ સી.એમ. ડેશબોર્ડ પર કી-પેરામીટરના પર્ફોર્મન્સના આધારે રીયલ ટાઇમ પર્ફોર્મન્સ મેનેજમેન્ટ સીસ્ટમ પર સી કેટેગરીના ‘નો પર્ફોર્મન્સ ઇન્ડીકેટર’ પરિબળોને અલગ તારવી, હાઇ પ્રાયોરિટી આપીને સતત ફોલોઅપ તથા તાત્કાલિક મોનીટરીંગ કરવામાં આવે છે. બી કેટેગરીના પોઝીટીવ પરીબળોના પર્ફોર્મન્સ ઇન્ડીકેટરને વધારે વેગવાન બનાવવા, અલગથી પ્રાથમિકતા પ્રમાણે સમીક્ષા કરવામાં આવે છે. તેમજ એ કેટેગરીના ફ્રન્ટ રન રેક સુચારુ રીતે કાર્યશૈલીમાં રહે, તેનું મોનીટરીંગ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે સી.એમ. ડેશબોર્ડના સતત મોનીટરીંગ, ફોલોઅપ માટે નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રિયાંકભાઈ ગલચર અને ડી.એલ.ઈ.શ્રી વિરમદેવસિંહ ગોહિલ પણ જહેમત ઊઠાવી રહ્યાં છે.