અમરેલીમાં પત્રકાંડમાં યુવતીનુ સરઘસ કાઢવાનો કેસને લઇ રાજ્યમાં રાજકારણ ગરમાયું છે. ત્યારે આ ઘટનાને લઇ કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીનું ટ્વીટ કરી રોષ વ્યક્ત કર્યો હતો.
અમરેલીમાં પત્રકાંડમાં યુવતીનુ સરઘસ કાઢવાનો કેસમાં યુવતીને જેલમાંથી છોડાવવા પાટીદાર અગ્રણીઓની બેઠક યોજાઇ હતી. જેમાં યુવતીને જેલમાંથી મુક્ત કરાવવા ખોડલધામ સમિતિ સક્રિય થઈ હતી. ત્યારે આ બાદ કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ ટ્વીટ કરી રોષ વ્યક્ત કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતુ કે લાજ લેનારા સામે લડીશુ. કૌરવ કુળના અહંકારી લોકોએ, અમરેલીની ભરબજારમાં,એક કુંવારી કન્યાનો ‘જાહેરમા વરઘોડો’ કઢાવીને સમગ્ર ગુજરાતની ગરિમાને ઠેસ પહોંચાડી છે. સમાજ ક્યારેય માફ નહી કરે..!
કૌશિક વેકરીયા સામે આક્ષેપ કરતો પત્ર વાયરલ થયો હતો. જેમાં કૌશિક વેકરીયા પોલીસ પાસેથી 40 લાખનો હપ્તો લેતા હોવાનો પત્રમાં આરોપ હતો. કોંગ્રેસના નેતાઓને મહત્વ આપતા હોવાનો પણ ઉલ્લેખ હતો. ત્યારે અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખના નામે પત્ર વાયરલ થયો હતો. પત્ર પોતે ન લખ્યો હોવાનો અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખે ખુલાસો કર્યા બાદ કિશોર કાનપરીયાએ ખુલાસા પછી પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં યુવતી અને ભાજપ નેતા સહિત પોલીસે 4ની ધરપકડ કરવામાં આવી હતી. ભાજપ નેતા મયુર વઘાસીયા મુખ્ય આરોપી હતો. ત્યારે યુવતીની અડધી રાત્રે ધરપકડ કરાઈ હતી. જેમાં ટાઈપિંગનું કામ કરતી યુવતીએ માત્ર પત્ર ટાઈપ કર્યો હતો. કામના ભાગરૂપે ટાયપિંગ કરનાર યુવતીને પોલીસે આરોપી બનાવીને રિકન્સ્ટ્રક્શનના નામે યુવતી સહિત ચારેય આરોપીનું સરઘસ કાઢ્યું હતું. આ ઘટનામાં યુવતીનું સરઘસ નીકળતા કોંગ્રેસ નેતાઓએ વિરોધ ઉઠાવ્યો હતો. પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. જેમાં રિકન્સ્ટ્રકશનના નામે દીકરીના સરઘસને અયોગ્ય ગણાવ્યું છે.
જેનીબેન ઠુમ્મરે પોલીસ પર પ્રહાર કર્યા
યુવતીનું સરઘસ કાઢવા મુદ્દે અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુમ્મરે પોલીસ પર પ્રહાર કર્યા છે. તેમણે કીધું કે જે દીકરીએ ખાલી એના શેઠે કીધું અને પત્ર લખ્યો એના માટે આવા ગંભીર પગલાંઓ યોગ્ય નથી તેમણે કહ્યું કે નકલી પત્રના આરોપીઓને પકડી પાડ્યા તો ડ્રગ્સ જિલ્લામાં કોણ લાવે તેને ખુલ્લા પાડી જ શકો છો સાથે જ કહ્યું કે દીકરી ઉમરલાયક છે એના લગ્ન પણ નથી થયા અને તેના સરઘસ કાઢો છો તે કેટલે અંશે યોગ્ય છે.
મનહર પટેલે કહ્યું જવાબદાર પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરો
કોંગ્રેસના નેતા મનહર પટેલે પણ યુવતીનું સરઘસ કાઢવા મામલે પોલીસ પર પ્રહાર કર્યા છે.. તેમણે કહ્યું કે પોલીસ તંત્ર ભાજપના ઇશારે કામ કરી રહ્યું છે, આ ઘટનામાં યુવતીનું સરઘસ કાઢવા માટે જવાબદાર પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવા જોઇએ
ભાજપે આ જવાબ આપ્યો
કોગ્રેસના આરોપોનો ભાજપના પ્રવક્તા શ્રદ્ધા રાજપૂતનું નિવેદન ‘અમરેલી પોલીસે ઘટનાનું રી-કન્ટ્રકશન કર્યું છે , પક્ષ અને સરકાર મહિલા સાથે છે તેમણે કહ્યું કે આરોપી અંગે ભારતીય ન્યાય સંહિતા મુજબ કાયદાકીય કાર્યવાહી કરી રહી છે’