ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારત આવતા વર્ષે ૧૮ જાન્યુઆરીથી ૨ ફેબ્રુઆરી દરમ્યાન મલેશિયામાં યોજાનારા ICC અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપમાં વેસ્ટ ઇન્ડીઝ સામે એના અભિયાનની શરૂઆત કરશે. ભારતીય ટીમને યજમાન મલેશિયા સાથે ગ્રુપ Aમાં સ્થાન મળ્યું છે, જ્યારે પાકિસ્તાનને ગ્રુપ-Bમાં સ્થાન મળ્યું છે. જેને કારણે આ વખતે ગ્રુપ સ્ટેજમાં ભારત-પાકિસ્તાનની ટક્કર નહીં જોવા મળે.
દરેક ટીમ પોતાના ગ્રુપની ત્રણ ટીમ સામે મૅચ રમશે. ચારેય ગ્રુપમાંથી ટોચની ત્રણ ટીમ સુપર સિક્સ સ્ટેજમાં પ્રવેશ કરશે. કુલ ૧૬ ટીમમાંથી સમોઆની ટીમ પહેલી વાર ICC ટુર્નામેન્ટમાં ડેબ્યુ કરશે. દરેક જૂથમાંથી ટોચની બે ટીમ ૩૧ જાન્યુઆરીએ યોજાનારી સેમી ફાઇનલ માટે ક્લૉલિફાય થશે, જ્યારે ફાઇનલ ૨ ફેબ્રુઆરીએ યોજાશે. જો ભારત સેમી ફાઇનલ માટે ક્લૉલિફાય થાય છે તો એ સેમી ફાઇનલની બીજી મૅચ રમશે જે ૩૧ જાન્યુઆરીએ યોજાશે. સેમી ફાઇનલ અને ફાઇનલ બન્ને માટે રિઝર્વ-ડે રાખવામાં આવ્યા છે.
Post Views: 82