BZ Ponzi Scheme: ભૂપેન્દ્ર ઝાલા (Bhupendrasinh Jala) સાથે સંકળાયેલા રુ.6,000 કરોડના હાઈ-પ્રોફાઈલ BZ કૌભાંડ મામલે હાલ CID દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. BZ ગ્રુપના કૌભાંડના મુખ્ય આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલા બાકીના તમામ આરોપીઓને સોધી કાઢવા માટે તપાસ હાથ ધરવામા આવી રહી છે ત્યારે આ બધાની વચ્ચે CID ને મોટી સફળતા મળી છે. CID દ્વારા કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના મોટાભાઇની અટકાયત કરી લેવામા આવી છે.
ભાગેડુ ભૂપેન્દ્રસિંહ ઝાલાના ભાઈની અટકાયત
મળતી માહિતી મુજબ BZ ગ્રૂપના સીઈઓ ભુપેન્દ્રસિંહ ઝાલાના મોટાભાઈ રણજીતસિંહ ઝાલાની અટકાયત કરી લેવામાં આવી છે. જાણકારી મુજબ CID દ્વારા સાબરકાંઠાના ભૂખ્યાડેરા ગામમાંથી રણજીતની અટકાયત કરવામા આવી છે. જે બાદ
ગ્રોમોર એજ્યુકેશનમાં રણજીતસિંહ ઝાલાની પૂછપરછ કરવામાં આવી છે.તેમજ ભુપેન્દ્રસિંહ ઝાલાના CA રૂષિત મહેતાની પૂછપરછ કરવામા આવી રહી છે.મહત્વનું છે કે, ગ્રોમર એજ્યુકેશન કેમ્પસમાં રણજીતસિંહ ઝાલ અવારનવાર આવતા હોવાથી તેમજ શિક્ષકોના પગાર બાબતે તપાસ હાથ ધરવામા આવી છે.
ભાગેડુ ભૂપેન્દ્રસિંહ ઝાલા હજુ પણ ભુગર્ભમાં
ભાગેડુ ભૂપેન્દ્રસિંહ ઝાલાના ભાઈની તો અટકાયત કરવામા આવી પરંતુ કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા હજુ ક્યાં છુપાઈને બેઠો છે તે સામે આવ્યું નથી. આ આરોપી વિદેશણાં ભાગી ગયો હોવાની પણ આશંક વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે ભૂપેન્દ્રસિંહ ઝાલા હાલ ધરપકડથી બચવા માટે હવાતીયા મારી રહ્યો છે. તાજેતરમાં તેણે હાઈકોર્ટમાં આગોતરા જામીમ અરજી કરી હતી જોકે હાઈકોર્ટે ભૂપેન્દ્રસિંહ ઝાલાની જામીન અરજી ફગાવી દીધી હતી. જેથી હવે પોલીસ ભૂપેન્દ્ર ઝાલાની ગમે ત્યારે ધરપકડ કરી શકે છે તેવું કહેવામાં આવી રહ્યુ છે જો કે, ભૂપેન્દ્ર ઝાલાની ક્યારે ધરપકડ થશે તે સવાલ છે.