રોબિન ઉથપ્પા (Robin Uthappa) વિરુદ્ધ અરેસ્ટ વોરંટ (Arrest Warrant) જારી કરવામાં આવ્યું છે. 39 વર્ષીય બેટ્સમેન પર પ્રોવિડન્ટ ફંડ કૌભાંડ (Provident Fund Fraud) નો આરોપ લાગ્યો છે.
ક્રિકેટ જગતથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ટીમ ઇન્ડિયાના પૂર્વ બેટ્સમેન રોબિન ઉથપ્પા (Robin Uthappa) વિરુદ્ધ અરેસ્ટ વોરંટ (Arrest Warrant) જારી કરવામાં આવ્યું છે. 39 વર્ષીય બેટ્સમેન (Robin Uthappa) પર પ્રોવિડન્ટ ફંડ કૌભાંડ (Provident Fund Fraud) નો આરોપ છે. આ વોરંટ પ્રાદેશિક પીએફ કમિશનર સદાક્ષરી ગોપાલ રેડ્ડીએ જારી કર્યું છે. રેડ્ડી તરફથી વોરંટ (Arrest Warrant) જારી કરવામાં આવ્યા બાદ પુલકેશનગર પોલીસને જરૂરી કાર્યવાહી કરવા કડક સૂચના આપવામાં આવી છે.
એક પ્રાઈવેટ કંપનીનું મેનેજમેન્ટ જોઈ રહ્યા હતા ઉથપ્પા
સેન્ચ્યુરીઝ લાઈફસ્ટાઈલ બ્રાન્ડ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીનું મેનેજમેન્ટ કરી રહેલા રોબિન ઉથપ્પા (Robin Uthappa) પર આરોપ લાગ્યો છે કે તેમણે તેમના કર્મચારીઓના પગારમાંથી પીએફ તો કાપ્યું, પરંતુ તે રકમ તેમના કર્મચારીઓના ખાતામાં જમા નથી કરાવી. જે બાદ તેમની સામે કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે. ભારતીય ક્રિકેટર પર કુલ 23 લાખ રૂપિયાની ઉચાપત કરવાનો આરોપ લાગ્યો છે.
વોરંટ જારી થવા છતાં હજુ સુધી નથી થઈ શકી ધરપકડ
PF કમિશનર સદાક્ષરી ગોપાલ રેડ્ડીએ 4 ડિસેમ્બરે પુલકેશનગર પોલીસને એક પત્ર લખ્યો હતો. જેમાં ઉથપ્પા વિરુદ્ધ વોરંટ જારી કરીને ધરપકડ (Arrest Warrant) ની વાત કહેવામાં આવી હતી. પરંતુ પોલીસે પીએફ ઓફિસને એમ કહીને વોરંટ પરત કરી દીધું કે ઉથપ્પા (Robin Uthappa) એ કથિત રીતે તેમનું રહેઠાણ બદલી નાખ્યું છે.
રોબિન ઉથપ્પા (Robin Uthappa) ટીમ ઇન્ડિયાનો એક ચર્ચિત ચહેરો છે. નિવૃત્તિ લેતા પહેલા, તેઓ દેશ માટે કુલ 59 આંતરરાષ્ટ્રીય મેચ રમવામાં સફળ રહ્યા. આ દરમિયાન 54 ઇનિંગ્સમાં તેમણે 1183 રન બનાવ્યા. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેમના નામે સાત અડધી સદી નોંધાયેલી છે.