ગઈકાલ રાતથી દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા ગણાતા દેશ એટલે કે અમેરિકામાં શેર બજારમાં મોટો ધડાકો નોંધાયો છે. ત્યાં શેરના ભાવમાં જંગી ઘટાડો થયો છે. 18 ડિસેમ્બર 2024 ના દિવસે અમેરિકન માર્કેટનો મુખ્ય બેન્ચમાર્ક ઈન્ડેક્સ ડાઓ જોસ 1123 પોઈન્ટ તૂટીને 42336.87 પર બંધ થયો, તો બીજી તરફ નૈસડેક જેવા ઈન્ડેક્સમાં 600 પોઈન્ટનો ઘટાડો થયો. એક્સપર્ટનું માનવું કે કે વર્ષ 2025 માં 4 ને બદલે માત્ર 2 જ રેટ કટની સંભાવના છે જેના લીધે માર્કેટ અપસેટ દેખાઈ રહ્યું છે.
રેટ કટના નિર્ણય બાદ અમેરિકન માર્કેટમાં એકદમ તીવ્ર ઘટાડો થયો છે. કાલે રાતે અમેરિકાની ફેડરલ રિઝર્વ બેન્કે 0.25% રેટ કટની ઘોષણા કરી હતી જે સતત ત્રીજીવાર છે. અમેરિકામાં નોંધાયેલો આ ઘટાડો 50 વર્ષમાં સૌથી મોટો ઘટાડો છે અને હાલ યુએસ માર્કેટ સાવ વેર વિખેર થઈ ગયું છે ત્યારે આ સંકેતો ભારતીય માર્કેટ પર પણ દબાવ લાવી શકે છે, ખાસ કરીને આઈટી કંપનીઓના શેરના ભાવમાં આની વ્યાપક અસર જોવા મળશે.
શું છે નિફ્ટીનો સંકેત ?
જો આપણે ગિફ્ટ નિફ્ટી પર નજર કરીએ તો તે 300 પોઈન્ટ ડાઉન હતો. જોકે અત્યારે તે ગ્રીન ઝોનમાં છે. નિષ્ણાતોનું માનવું છે કે આજે તેમ સ્થિરતા જોવા મળી શકે છે. આઈટીના શેરમાં ભારે ઘટાડો જોવા મળી શકે છે. તો યુએસ માર્કેટની અસર એશિયન માર્કેટમાં દેખાઈ રહી છે, જે સૂચવે છે કે દિવસના ટ્રેડિંગ દરમિયાન ભારતીય બજાર પર પણ તેની અસર જોવા મળશે.
કેમ તૂટયું અમેરિકન માર્કેટ?
અમેરિકન સેન્ટ્રલ બેન્ક- ફેડરલ રિઝર્વની જાહેરાતની આ અસર છે. નિષ્ણાતોનું માનવું છે કે યુએસ ફેસની જાહેરાતથી બજારમાં એક ડર ફેલાયો છે. બુધવારની કોમેન્ટ્રી વર્ષ 2025માં માત્ર બે કટનો સંકેત આપે છે. તે જ સમયે, સેન્ટ્રલ બેંકે કહ્યું છે કે મોંઘવારી પર વધુ કડકતાની જરૂર છે.
આઇટીના શેર પર રહેશે દબાવ
છેલ્લા કેટલાય સાંઠી આઇટીના શેરમા ભારે દબાવ જોવા મળી રહયો છે. એવામાં અમેરિકન બેન્ક દ્વારા રેટ કટના લીધે આ સ્થિતિમાં હજુ વધારે દબાવ પડશે તેવી શક્યતા છે. આઈટી કંપનીઓ વાળ ઈન્ડેક્સ નૈસડેકમાં થયેલા ઘટાડાની અસર ભારતની આઈટી કંપનીઓ પર પણ જોવા મળશે.
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)