ભારતદેશના રેલવે પ્લેટફોર્મ એ વાર્તા અને લાગણીઓના ભંડાર છે.
અનેક લોકોની સુખદ યાત્રાઓ તેમજ કેટલીક દુઃખદ યાતનાઓના સાક્ષી આ પ્લેટફોર્મ રહ્યા હોય છે. ટ્રેનના આવવા જવાના સમય સિવાય મહદ અંશે ખાલી રહેતા પ્લેટફોર્મ ઉપર બે અલગ જ ઉંમર અને વિચારોના વ્યક્તિ એક લોકલ ટ્રેનની પ્રતિક્ષા કરતા હોય છે અને એ સંજોગોમાં બંને વચ્ચે વાતચીતની શરૂઆત થાય છે જેમાં જીવનના તમામ ઇમોશન્સ આવે છે અને આ રીતે ભજવાય થાય છે હિન્દી નાટક આખરી લોકલ.
રાજકોટમાં પ્રથમ જ વખત અલાઇટ ક્રાફટ સ્ટુડિયો પ્રસ્તુત કરવા જઈ રહ્યું છે
એક જાણીતું હિન્દી નાટક આખરી લોકલ જેનું આયોજન કરી રહ્યા છે શહેરના જાણીતા અભિનેતા, ઉદ્ઘોષક એવા શ્રી ચેતસ ઓઝા. આ નાટકમાં મુખ્ય પાત્ર ભજવી રહ્યા છે તારે ઝમીન પર અને કચ્છ એક્સપ્રેસ જેવી રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા ફિલ્મના અભિનેતા દર્શિલ સફારી કે જેમણે આમિર ખાન, રત્ના પાઠક શાહ, તેમજ માનસી ગોહિલ જેવા અનેક જાણીતા દિગ્ગજો સાથે પણ કામ કર્યું છે. આ નાટકમાં એમની સાથે છે અભિનેતા આર્યન દેશપાંડે. મુંબઈમાં કાર્યરત આ બંને યુવા કલાકારો દ્વારા મંચન થનાર આ નાટક રાજકોટમાં રહેતા નાટ્યપ્રેમીઓ તેમજ હિન્દી ભાષાના ભાવકો માટે એક અનોખો લ્હાવો રહેશે, કારણકે કોમેડીથી લઈને ટ્રેજેડી સુધીના તમામ રસ પ્રેક્ષકોને અનુભવવા મળશે.
આ નાટકનો શો આગામી 22 ડિસેમ્બર,2024 ના રોજ રવિવાર ખાતે પ્રમુખસ્વામી ઓડીટોરિયમ,રૈયા રોડ,ખાતે યોજાનાર છે. વ્યાજબી ભાવે શ્રેષ્ઠ સર્જન અને મનોરંજન આપવું એ હેતુ ધરાવનાર આ નાટકના આયોજક ચેતસ ઓઝા એ માહિતી આપતા જણાવેલ કે કોઈ જ સ્પોન્સર કે બલ્ક બુકિંગ વગર તેમણે ₹100 થી ₹300 ના ટિકિટ દર સાથે તેમણે પ્રતિષ્ઠિત અભિનેતાઓનું આ નાટક રાજકોટમાં લાવવાનો પ્રયત્ન કર્યો છે અને નગરજનો આ નાટકને માણવા પોતાના પરિવાર,મિત્રવર્તુળ સહિત આવી શકે એ માટે ખાસ કાળજી સાથે સ્વચ્છ પારિવારીક નાટકને તેઓએ પસંદ કરેલ છે . ટિકિટ બુકિંગ માટે ફક્ત વ્હોટસએપ નંબર 88662 86396 પર સંપર્ક કરવા અને વધુમાં વધુ સંખ્યામાં પ્રેક્ષકોથી સભાગૃહને છલકાવવા તેમણે રાજકોટવાસીઓને અનુરોધ કર્યો હતો.