અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીનાં મોત મામલે ક્રાઈમ બ્રાંચની તપાસમાં મોટો ખુલાસો થવા પામ્યો છે. PM-jay ની મંજૂરી મેળવવા દરેક ફાઈલને ઈમરજન્સીનું ટેગ આપવમાં આવતું હતું.
અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીના મોત મામલે મોટો ખુલાસો થવા પામ્યો છે. ક્રાઈમ બ્રાંચની તપાસમાં મોટો ખુલાસો થવા પામ્યો છે. PM-JAY ની મંજૂરી મેળવવા દરેક ફાઈલને ઈમરજન્સી ટેગ અપાતું હતું. સરકારી યોજનાનાં રૂપિયા પડાવવા ફાઈલ ઈમરજન્સી તરીકે મોકલાતી હતી. તેમજ PM-jay ના અધિકારીઓ કંઈ પણ જોયા વગર ફાઈલને મંજૂરી આપી દેતા હતા. PM-JAY ફાઈલ મંજૂરીની તપાસમાં હવે અન્ય હોસ્પિટલો પણ રડારમાં આવી છે. છેલ્લા 3 વર્ષમાં ખ્યાતિ દ્વારા 69 ગામોમાં ફ્રી કેમ્પ કરવામાં આવ્યા હતા. ફ્રી કેમ્પમાંથી 5637 લોકોને હોસ્પિટલમાં લવાયા હતા. તેમજ 2021 થી 2024 સુધીમાં 8534 દર્દીઓની ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર કરાઈ છે. ખ્યાતિ હોસ્પિટલમાં 3842 દર્દીઓ સરકારી યોજનાનાં લાભાર્થી હતી. 3 વર્ષના ગાળામાં હોસ્પિટલમાં 112 દર્દીઓના મોત થયા હતા.
રાજશ્રી કોઠારીના રિમાન્ડ દરમિયાન અનેક રાઝ ખુલશે
ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં પોલીસે આરોપી રાજશ્રી કોઠારીની ધરપકડ કરી ગ્રામ્ય કોર્ટમાં રજૂ કર્યા હતા. વધુ તપાસ માટે ક્રાઈમબ્રાંચે રાજશ્રી કોઠારીનાં 10 દિવસનાં રિમાન્ડ માંગ્યા હતા. કોર્ટે રાજશ્રી કોઠારીનાં 25 ડિસેમ્બર સુધીનાં રિમાન્ડ મંજૂર કર્યા હતા. સપ્ટેમ્બર 2021 થી ખ્યાતિ હોસ્પિટલનાં ડિરેક્ટર તરીકે રાજશ્રી કોઠારી છે. ડિરેક્ટર રહેલ રાજશ્રી કોઠારીનાં રિમાન્ડ દરમ્યાન અનેક ખુલાસા અને રાઝ ખુલવાની શક્યતાઓ છે.
ખ્યાતિના સંચાલકો સામે વધુ એક ગુનો નોંધાયો
અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીના મોત મામલે ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડમાં વધુ એક ગુનો દાખલ થયો છે. ખ્યાતિ હોસ્પિટલનાં સંચાલો સામે સરકારી યોજનામાં નાણાંની ઉચાપત કરવાનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.