રાજ્યમાં ઠંડી વચ્ચે વરસાદ પડવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. 26 જાન્યુઆરી બાદ રાજ્યમાં ફરી ઠંડી વધશે.
ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં 26 ડિસેમ્બરથી 4 જાન્યુઆરી દરમ્યાન વાતાવરણમાં પલટો આવશે. બંગાળનાં ઉપસાગરમાંથી આવતા ભેજનાં લીધે રાજ્યમાં ઝાપટા પડી શકે છે. 26 જાન્યુઆરી બાદ રાજ્યમાં ફરી ઠંડી વધશે. ઉત્તર ગુજરાતનાં અમુક ભાગોનું તાપમાન 10 ડિગ્રીથી નીચું જવાની શક્યતા છે. મધ્ય ગુજરાતનાં અમુક ભાગોનું તાપમાન 15 ડિગ્રીથી નીચું જવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતનાં વિસ્તારમાં 18 ડિગ્રીથી નીચે તાપમાન રહી શકે છે. ઉત્તરાયણ આસપાસ પશ્ચિમી વિક્ષેપનાં લીધે વાતાવરણ પલટાશે. રાજ્યમાં ભારે પવનો સાથે કમોસમી વરસાદ અને કરા પડવાની સંભાવના છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે શું કહ્યું
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગામી તા. 16 થી 22 ડિસેમ્બર દરમ્યાન વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતનાં કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. આગામી 17 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થશે.
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ શું કહ્યું
આજે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ હવામાન અંગે આગાહી કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે રાજ્યમાં હજી આકરી ઠંડી પડવાની શક્યતા છે. જેમાં ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં રેકોર્ડતોડ ઠંડી પડશે. આ ઉપરાંત તેઓના જણાવ્યા પ્રમાણે ઠંડીમાં આગામી સમયમાં વધારો થશે.